હવે હું એક જેવા કિરદાર નહી નિભાવું: અભિનેત્રી કેટરીના કૈફનું દર્દ છલકાયું

મુંબઇ, કેટરીના કૈફનું એક નિવેદનથી તેનું દર્દ છલકાયું હતું અને કહ્યું કે હવે હું કઈ નાની છોકરી નથી.બોલિવુડની એક્ટ્રેસ કેટરીના કેફ ફિલ્મોમાં આવી તેને ૨૧ વર્ષ થઈ ચુક્યા છે. તેણે પોતાના ૨૧ વર્ષના ફિલ્મી કરિયરમાં ઘણી સુપરહિટ અને બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. તેને કહ્યું કે હવે તે પોતાના કરિયરમાં તે ભૂલો નથી કરવા માંગતી. તેનું કહેવું છે કે તે કોઈ પણ ફિલ્મમાં હવે એક જેવી ભૂમિકા નિભાવવા નથી માંગતી.

કેટરીના કેફની હાલમાં જ ફિલ્મ ’મેરી ક્રિસમસ’ આવી. શ્રીરામ રાધવન દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં વિજય સેતુપતિની સાથે પહેલી વખત તે જોવા મળી. આ એક ક્રાઈમ થ્રિલર ફિલ્મ હતી. જેને દર્શકોએ ખૂબ જ પસંદ કરી. હવે આ ફિલ્મ બાદ કેટરીનાએ પોતાના કરિયર પ્લાન વિશે ખુલીને વાત કરી છે. તેમણે પોતાના હાલના ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે તે હવે ફિલ્મો કેમ ઓછી સાઈન કરી રહી છે.

એક ઈન્ટરવ્યૂમાં કેટરીનાએ ખુલાસો કર્યો કે હવે તે પોતાને નવી રીતે દર્શકોની સામે લાવવા માંગે છે. તે હવે કોઈ પણ રોલને રીપિટ નથી કરવા માંગતી. રિપોર્ટ અનુસાર કેટરીનાએ કહ્યું- હું પોતાને નવી રીતે રજૂ કરવા માંગુ છું. તેની પાછળ કારણ એ છે કે હું પોતાની જાતને વધારે રિપીટ નથી કરવા માંગતી કારણ કે અમુક સીન્સથી હું કંટાળી ચુકી છું. જો હું પોતે જ કંટાળી ગઈ છું તો મને સંપૂર્ણ વિશ્ર્વાસ છે કે દર્શક પણ આ વસ્તુથી કંટાળી ગયા હશે.

રિપોર્ટ અનુસાર, કેટરીનાએ કહ્યું આ એક પ્રકારનો ટ્રેક છે જેના પર તે ચાલવાનો પ્રયત્ન કરી રહી છે. તે કોઈ ફ્યુચર માટે ભવિષ્યવાણી કરવાનો પ્રયત્ન નથી કરી રહી. કારણ કે આ એક હકીક્ત અને ઈમાનદાર હોવાથી છે. તેમણે આગળ જણાવ્યું કે તે અમુક જગ્યાઓ પર પોતાની જાતને સવાલ કરે છે અને પુછે છે- શું હું આ પલમાં ખુશી અનુભવી શકુ છું? શું હું અહીં ખુશ છું? શું મારી પાસે અહીં આપવા માટે કંઈ છે?

કેટરીનાએ આગળ કહ્યું કે એક અનુભવના રૂપમાં પોતાને આપવા માટે કંઈક નવું અને તે સ્પેસ ફિલ્મને આપવા માટે કંઈક નવું હોવું જોઈએ. આ એટલા માટે કારણ કે આ તેમના માટે એક ખાસ પરિવર્તનનું કાળ છે. હવે પોતાને સાબિત કરવા અને બદલવાની જરૂર છે. કારણ કે હવે હું ૧૯ વર્ષની યુવતી નથી જે ફિલ્મોમાં હાલ નવી નવી આવી હોય.