હવે હિંદુ રીતી-રિવાજ મુજબ સ્વરા ભાસ્કર કરશે લગ્ન, મહેંદી અને સંગીતની તૈયારીઓ શરૂ…

મુંબઈ,

૧૬ ફેબ્રુઆરીએ બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે ફહાદ અહેમદ સાથે કોર્ટ મેરેજ કરીને બધાને ચોંકાવી દીધા હતા. હવે અભિનેત્રી હિંદુ રીતી -રિવાજો મુજબ ફરીથી લગ્ન કરવા જઈ રહી છે. અહેવાલ છે કે, સ્વરા આવતા અઠવાડીયે પરંપરાગત રીતે લગ્ન કરવા જઈ રહી છે. લગ્નમાં સંગીત, હલ્દી, મહેંદી જેવા તમામ ફંક્શન થશે. લગ્ન ૧૧ માર્ચથી ૧૬ માર્ચની વચ્ચે થશે.

કોર્ટ મેરેજ બાદ સ્વરા ભાસ્કર છત્તીસગઢમાં તેની ફિલ્મ ’મિસિસ ફલાની’નું શુટીંગ કરી રહી હતી. હવે શૂટીંગ પૂરું થયા બાદ સ્વરા તેના લગ્નની તૈયારીઓમાં જોડાવા દિલ્હી પહોંચી ગઈ છે. સ્વરાના પરિવારના નજીકના એક સૂત્રએ ખુલાસો કર્યો છે કે, ’ડેસ્ટિનેશન વેડિંગને બદલે સ્વરા દિલ્હીમાં તેના દાદા અને દાદીના ઘરે લગ્ન કરશે. તે એક ઘનિષ્ઠ ભાવનાત્મક લગ્ન હશે. લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. હોળી પછી લગ્નની વિધિઓ શરૂ થશે. દરેક જણ ઉજવણીમાં જોડાવા માટે ખૂબ જ ઉત્સાહિત છે’

તમને જણાવી દઈએ કે, સ્વરા ભાસ્કરના લગ્નમાં પીઠી, મહેંદી, સંગીત અને પછી રિસેપ્શન જેવા તમામ ફંક્શન હશે. મિત્રો અને પરિવારજનોને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે, કાર્ડમાં લખ્યું છે, ’અમારી સાથે જોડાઓ અને અમારા આનંદમાં ભાગીદાર થાઓ.