હવે અંગ્રેજીમાં નહી પણ હિંદીમાં કરો Instagram અને Facebook વપરાશ, આ સેટિંગ્સથી બદલો ભાષાનો વિકલ્પ

સ્માર્ટફોનના જમાનામાં Instagram અને Facebook જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તમારા ફોનનો મુખ્ય ભાગ બની ગયા છે. આજે ગામ, કસ્બા, શહેર અને સ્માર્ટસિટી દરેક જગ્યાએ લોકો સ્માર્ટફોનનો વપરાશ કરે છે, પરંતુ ગામ અથવા નાના શહેરોમાં લોકો પોતાની ફોનની સેટિંગ મહત્તમ હિંદી ભાષામાં રાખે છે. એવામાં ઘણા બધા લોકો ફેસબુક અને ઈંસ્ટાગ્રામને પણ હિંદી ભાષામાં ઓપરેટ કરવા માગે છે. અંગ્રેજી ભાષા ન આવવડવાને કારણે આવા લોકોને ફેસબુક અને ઈંસ્ટાગ્રામનો વપરાશ કરવો કઠણ લાગે છે. આજે અમે તમને જણાવીશુ કે, કેવી રીતે તમને પોતાનું ફેસબુક અથવા ઈંસ્ટાગ્રામની ભાષા સરળતાથી બદલી શકો છો.

8 ભારતીય ભાષાને સપોર્ટ કરે છે ફેસબુક

હવે તમે ફેસબુક અને ઈંસ્ટાગ્રામ દેવી પ્રખ્યાત સોશિયલ મીડિયા સાઈટ્સ પર ભાષા બદલી શકો છો. ફેસબુક 8 ભારતીય ભાષાને સપોર્ટ કરે છે. જ્યારે તમે ફેસબુક પર પોતાનું એકાઉન્ટ બનાવ્યુ છે તો, તે ભાષામાં દેખાશે, જે ડિવાઈસની ભાષા છે. કંપનીનુ કહેવુ છે કે, તે પોતાની ભાષા રીઝન પ્રમાણે ડેટ, ટાઈમ અને નંબર્સને પણ મેચ કરી લેતી હોય છે. તે સિવાય તમે અલગ ભાષા અને ફોર્મેટમાં પણ નોટિફિકેશન્સ, મહત્તમ ટેક્સ્ટ અને ટૂલટિપ્સને જોવા માગો છો તો, તે માટે પોતાની ભાષા અને રિઝન સેટિંગ્સ સિલેક્ટ કરી શકો છો. ઈંગ્લિશ સિવાય ફેસબુક પર હિંદી, સ્પેનિશ, જર્મન, ફ્રેંચ, અરબી અને પુર્તગાલી ભાષાઓના વિકલ્પ પણ મળે છે.

FaceBook પર આ રીતે બદલો ભાષા

  • સૌ પ્રથમ પોતાનુ ફેસબુક એકાઉન્ટ ઓપન કરો. હવે ટોપ-રાઈટમાં હાજર ત્રણ લાઈનવાળા બટન પર ક્લિક કરો.
  • હવે અહીંયા સેટિંગ્સ અને પ્રાઈવેસી પર જાઓ.
  • અહીંયા ભાષાના ઓપ્શન પર પ્રેસ કરી પોતાની ફેસબુકની ભાષા સિલેક્ટ કરો.
  • આ સેટિંગ્સ તમને સેવ કરવાની જરૂરિયાત પડશે નહી. ફેસબુક ઓટોમેટિકલી પેજને રિલોડ કરી લેશે.

Instagram પર આ રીતે બદલો ભાષા

  • પોતાની પ્રોફાઈલ પર ગયા બાદ બોટમ રાઈટથી પોતાની પ્રોફાઈલ પિક્ચર પર ક્લિક કરો.
  • હવે ટોપ રાઈટ પર ક્લિક કરો અને ઈંસ્ટાગ્રામ સેટિંગ્સ પર જાઓ
  • હવે અહીંયા તમારે એકાઉન્ટ પર જવુ પડશે અને એકાઉન્ટમાંથી ભાષા પર જાઓ.
  • અહીંયા તમારે તમારા હિસાબથી કોઈપણ ભાષાને સિલેક્ટ કરી શકો છો.