
અંબાજી, શક્તિપીઠ અંબાજીનો મોહનથાળ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે, અંબાજી આવતા લાખો શ્રદ્ધાળુઓ આ મોહનથાળનો તથા ચીકીનો પ્રસાદ લેવાનો ભૂલતા નથી, પરંતુ કેટલીક વાર ભીડમાં પ્રસાદ લેવાનું રહી જતું હોય છે. ત્યારે હવે કોઈ પણ ભક્તો પ્રસાદથી વંચિત ના રહે તે માટે ઘરે બેઠા અંબાજીનો પ્રસાદ મળશે.
અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ઓનલાઈન મોહનથાળ અને ચીકીના પ્રસાદની વ્યવસ્થા શરૂ કરાઈ છે. ભક્તો ઘરે બેઠા અંબાજી મંદિરની વેબસાઈટ પરથી ઓનલાઈને પ્રસાદ મંગાવી શકશે. એટલું જ નહીં ઓનલાઈન આ પ્રસાદ કોઈ પણ વધારાના ચાર્જ વગર ભક્તો સુધી પહોંચાડવામાં આવશે. તો આ પ્રસાદ ૩થી ૪ દિવસમાં જ શ્રદ્ધાળુઓને મળી જશે. ભક્તો મંદિર દ્વારા સૂચિત કરાયેલી વેબસાઈટ પર ઓનલાઈને પેમેન્ટ કરી ઘરે બેઠા પ્રસાદ મેળવી રહ્યા છે.