
નવીદિલ્હી, દૂરદર્શન નેશનલ હવે દરરોજ સવારે ૬:૩૦ વાગ્યે અયોધ્યા ના રામલલા મંદિરમાંથી ભવ્ય આરતીનું જીવતં પ્રસારણ કરશે. ભક્તો દરરોજ ભગવાન રામલલાના દિવ્ય દર્શન કરી શકશે. દૂરદર્શને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું હવે દરરોજ થશે ભગવાન શ્રી રામલલાના દિવ્ય દર્શન! અયોધ્યા ના શ્રી રામલલા મંદિરમાંથી દરરોજ સવારે ૬:૩૦ કલાકે માત્ર દૂરદર્શન નેશનલ પર રોજની આરતીનું લાઈવ ટેલિકાસ્ટ જુઓ.
મળતી માહિતી મુજબ ૨૨ જાન્યુઆરીએ અયોધ્યા ના ભવ્ય અને દિવ્ય રામ મંદિરમાં રામ લલ્લાના અભિષેક બાદ દરરોજ લાખો ભક્તો આવી રહ્યા છે. અયોધ્યા માં રામ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે દરરોજ સવારે ૬.૩૦ વાગ્યે રામલલા આરતીના લાઇવ પ્રસારણની વ્યવસ્થા કરવામાં આવી છે.
રામ મંદિરમાં રામલલાની આરતી ૫ વખત કરવામાં આવે છે, જેમાં મંગળા આરતી, શૃંગાર આરતી, રાજભોગ આરતી, સંયા આરતી અને શયન આરતીનો સમાવેશ થાય છે. દિવસની શઆત સવારે ૪:૩૦ વાગ્યે મંગળા આરતીથી થાય છે. તે જ સમયે, છેલ્લી આરતી શયન આરતી રાત્રે ૧૦:૦૦ વાગ્યે થાય છે, જેમાં રામ ભક્તો બે આરતીઓમાં ભાગ લઈ શકે છે