હવે બેરોજગારી એક મોટું સંકટ બની ગયું છે,૮૩ ટકા યુવાનો બેરોજગાર

નવીદિલ્હી, શું ભારતમાં બેરોજગારી ચરમસીમાએ પહોંચી છે? ચૂંટણીના માહોલ વચ્ચે ફરી એકવાર બેરોજગારીનો મુદ્દો કેમ ચર્ચામાં છે? હકીક્તમાં, ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન (આઈએલઓ)ના એક રિપોર્ટમાં ભારતમાં રોજગારની સ્થિતિને લઈને ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. આમાં જે સૌથી મોટી વાત સામે આવી છે તે એ છે કે દેશમાં કુલ બેરોજગાર લોકોમાંથી ૮૩ ટકા યુવાનો છે.

આઇએલઓએ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હ્યુમન ડેવલપમેન્ટ સાથે મળીને ’ઇન્ડિયા એમ્પ્લોયમેન્ટ રિપોર્ટ ૨૦૨૪’ પ્રકાશિત કર્યો છે. આ મુજબ ભારતમાં જો ૧૦૦ લોકો બેરોજગાર છે તો તેમાંથી ૮૩ યુવાનો છે. આમાં પણ મોટાભાગના યુવાનો શિક્ષિત છે.

આઇએલઓના રિપોર્ટમાં એવું પણ બહાર આવ્યું છે કે દેશના કુલ બેરોજગાર યુવાનોમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યા ૨૦૦૦ની સરખામણીએ હવે બમણી થઈ ગઈ છે. વર્ષ ૨૦૦૦માં શિક્ષિત યુવાનો બેરોજગારોની સંખ્યા કુલ યુવા બેરોજગારના ૩૫.૨ ટકા હતી. વર્ષ ૨૦૨૨માં તે વધીને ૬૫.૭ ટકા થઈ ગયો છે. તેમાં માત્ર એવા જ શિક્ષિત યુવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમણે ઓછામાં ઓછું ૧૦ ધોરણનું શિક્ષણ પૂર્ણ કર્યું છે.

આઇએલઓનો રિપોર્ટ જાહેર થવાના એક દિવસ પહેલા દેશના પૂર્વ આરબીઆઈ ગવર્નર અને પ્રખ્યાત અર્થશાી રઘુરામ રાજને કહ્યું હતું કે ભારતે તેની આથક વૃદ્ધિ મજબૂત હોવાના હાઈપમાં વિશ્ર્વાસ ન કરવો જોઈએ, આમ કરવું એક મોટી ભૂલ હશે. તેના બદલે, ભારતે તેની અર્થવ્યવસ્થાની મૂળભૂત સમસ્યાઓને ઠીક કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, જેમ કે તેની શિક્ષણ પ્રણાલીને ઠીક કરવી.

આઇએલઓએ પોતાના રિપોર્ટમાં કંઈક આવું જ કહ્યું છે.આઇએલઓ કહે છે કે ભારતમાં માયમિક (૧૦મી) પછી શાળા છોડી દેવાનું પ્રમાણ હજુ પણ ઉચ્ચ સ્તરે છે, ખાસ કરીને ગરીબ રાજ્યોમાં અથવા સમાજના હાંસિયામાં રહેતા લોકોમાં. ઉચ્ચ શિક્ષણના મામલામાં દેશની અંદર ભરપૂર પ્રવેશ છે, પરંતુ આ સ્થળોએ શિક્ષણનું સ્તર ચિંતાજનક છે. ભારતમાં બાળકોની શીખવાની ક્ષમતા શાળાથી ઉચ્ચ શિક્ષણ સ્તર સુધી ઓછી છે. રિપોર્ટમાં એક વાત ફાચરને લઈને પણ કહેવામાં આવી છે. ૨૦૧૯ થી, નિયમિત કામદારો અને સ્વ-રોજગાર ધરાવતા લોકોની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તે જ સમયે, અકુશળ શ્રમ દળમાં કેઝ્યુઅલ કામદારોને ૨૦૨૨ માં યોગ્ય લઘુત્તમ વેતન મળ્યું નથી. કેટલાક રાજ્યોમાં રોજગારની સ્થિતિ ખૂબ જ દયનીય છે. આ રાજ્યો બિહાર, ઉત્તર પ્રદેશ, ઓડિશા, મય પ્રદેશ, ઝારખંડ અને છત્તીસગઢ છે. ભારત માટે આ ઘણો મુશ્કેલ સમય છે. ભારતની લગભગ ૨૭ ટકા વસ્તી યુવાનો છે, પરંતુ તેનો મોટો હિસ્સો બેરોજગાર છે. આવી સ્થિતિમાં ભારતને તેની યુવા વસ્તીનું ડેમોગ્રાફિક ડિવિડન્ડ નથી મળી રહ્યું.