
અમેરિકાના પૂર્વ પ્રમુખ બારાક ઓબામા પર સજાતીય સંબંધોનો પણ આરોપ લાગી ગયો છે ફોકસ ન્યુઝના પૂર્વ એન્કર ટકર કાર્લસનની સાથેના એક ઇન્ટરવ્યુમાં એક વ્યકિતએ દાવો કર્યો હતો કે બારાક ઓબામાએ તેની સાથે સજાતીય સંબંધ બાંધ્યા હતા અને આ સંબંધ પૂર્વે ઓબામા સીગરેટ પણ પીતા હતા અને તેઓ ડ્રગ્સ પણ લેતા હતા.
આ વ્યકિત 2008માં અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણી કે જેમાં ઓબામા ઉમેદવાર હતા તે સમયે પણ આવા આક્ષેપ કર્યા હતા. કાર્લસને કહ્યું કે બારાક ઓબામા પુરૂષો સાથે સેકસ સંબંધ બાંધતા હતા તે નિશ્ચિત થઇ ગયું છે.
લેરી સિન્વેલેયર નામના વ્યકિતએ તેની સાથે વાતચીતમાં સોગંદનામામાં આ વાત કરી હતી તેનો લાઇ ડીટેકટર ટેસ્ટ કરવામાં આવ્યો હતો તેમાં તે સો ટકા સાચુ બોલતો હોવાનું જાહેર થયું હતું. આ વ્યકિતએ એવો દાવો કર્યો ઓબામાએ તેને કોકેન ખરીદવા 250 ડોલર પણ આપ્યા હતા અને બાદમાં પાઇપથી તે આ માદક દ્રવ્ય લેતા હતા.