નવીદિલ્હી, ગુજરાતમાંથી પીએમઓના બોગસ અધિકારી કિરણ પટેલના પર્દાફાસ બાદ હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઓફિસના ઓફીસર ઓન સ્પેશ્યલ ડયુટી ઓ.એસ.ડી. તરીકે ઓળખ આપીને એક ગંગા એક્સપ્રેસ એ પ્રોજેકટમાં નોકરી મેળવવા માટે પ્રવાસ કર્યો હતો.
ઉતરપ્રદેશના મેરઠના રહેવાની રોબીન ઉપાધ્યાય એ ખુદને ગંગા એક્સપ્રેસ વે- પ્રોજેકટમાં સીનીયર એસોસીએટેડ વાઈસ પ્રેસીડેન્ટ અને પ્રોજેકટ મેનેજર તરીકે નિયુક્ત કરાવવા એક ઈ-મેલ રાજીવકુમારના નામે કર્યો હતો અને આ ઈ-મેલ આ પ્રોજેકટ સાથે સંકળાયેલી કંપનીના એક અધિકારીને મોકલ્યો હતો જેમાં ગૃહમંત્રાલયની સતાવાર ઈ-મેલ હોય તે રીતે આ ઈ-મેલ તૈયાર કરાયો હતો. પરંતુ કંપનીના અધિકારીને શંકા જતા આ પ્રકારના કોઈ ઈ-મેલ થયો હોવાનો ઇન્કાર કરતા અને દિલ્હી પોલીસ સાયબર ક્રાઈમ વિભાગમાં ફરિયાદ નોંધાઈ
જેમાં તમામના આધારે મેરઠના રોબીન ઉપાધ્યાયની ધરપકડ કરી છે જે એક સિવિલ એન્જીનીયર છે અને તેણે પ્રોજેકટમાં નોકરી મેળવવા આ બોગસ ઈ-મેલ કર્યો હતો. તે સિવિલ એન્જીનીયર તરીકે આ પ્રકારના નિર્માણમાં જોડાવા માંગતો હતો પણ તેણે નોકરી નહી મળતા ખુદે જ ગૃહમંત્રાલયના ઓ.એસ.ડી.ના નામે બોગસ ઈ-મેલ તૈયાર કરી ખુદના નામની જ ભલામણ કરી હતી.