હવે અંતરિક્ષમાં લગ્ન કરવાનું સપનું થશે સાકાર: બુકીંગ પણ શરૂ

ડેસ્ટીનેશન વેડિંગ અને અંડરવોટર વેડિંગ પછી હવે લોકોનું અંતરિક્ષમાં લગ્ન કરવાનું સ્વપન ટુંક સમયમાં જ પુરુ થશે.અંતરીક્ષમાં મુસાફરી કરતા જોઇને અબજોપતિઓને પણ ત્યાં પહોચવાનું મન થાય છે.હવે એક કંપનીએ સ્પેસ વેડિંગના આયોજનની તૈયારીઓ શરૂ કરી છે. ત્યારે હવે લોકો તેમના લગ્ન જીવનને યાદગાર બનાવવા માટે અંતરીક્ષમાં જઇને લગ્ન કરી શકશે. ફલોરીડાની કંપની સ્પેસ પર્સપેકિટવ લોકોનું આ સપનું પુરુ કરશે.

સમુદ્રની સપાટીથી 100,000 ફુટ ઉપર તરવાવાળા ફુટબોલ સ્ટેડિયમ જેવા આકારના એક ફુગ્ગા દ્વારા લઇ જવામાં આવેલ કેપ્સુલની અંદર યુગલ લગ્ન કરી શકશે. કંપનીએ દાવો કર્યો છે કે વર્ષ 2024થી તેઓ લગ્ન આયોજીત કરશે એટલું જ નહી. પરંતુ કંપનીઓએ અત્યારથી ટીકીટ વેચવાનું પણ શરૂ કરી દીધું છે. જોકે આ માટે મોટી રકમ ચુકવવી પડશે.

મુસાફરો કેપ્સુલની અંદર પૃથ્વીના 360 ડિગ્રી દ્રશયોનો આનંદ માણી શકશે. આ કેપ્સુલમાં બાથરૂમ, બાર અને વાઇ ફાઇ સુવીધાથી સજ્જ હશે. આ કંપનીનું નેતૃત્વ ફલોરીડાના ટેલર મેક્કલમ અને જેન પોયન્ટર કરી રહ્યા છે. સ્પેસ ફલાઇટ વેચી દેવામાં આવી છે. ગ્રાહકો હવે 2025માં બુક કરાવી શકે છે.