હવે આલીયા આદિત્ય ચોપડાના સ્પાઈ યુનિવર્સમાં ચમકશે!

મુંબઈ, શાહરૂખખાન અને દિપિકા પાદુકોણની ’પઠાન’ ૠત્વિક રોશનની ’વોર’અને સલમાનખાન-કેટરીના કૈફની ટાઈગર ફ્રેન્ચાઈઝીની ફિલ્મો આદિત્ય ચોપડાનાં સ્પાઈ યુનિવર્સનો ભાગ છે. આદિત્ય આ સ્પાઈ યુનિવર્સને ભારતની સૌથી મોટી ફિલ્મ યુનિવર્સ બનાવવામાં કોઈ ક્સર છોડવા નથી માંગતો.હવે ખબર છે કે આદિત્ય ચોપરાના આ સ્પાઈ યુનિવર્સમાં આલીયાભટ્ટ પણ જોડાશે.

ખરેખર તો આદિત્ય આ સ્પાઈ યુનિવર્સમાં એક ફિમેલ લીડની ફિલ્મનું પ્લાનીંગ કરી રહ્યા છે. સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ આ ફિલ્મમાં આલીયા ભટ્ટ એવા અવતારમાં જોવા મળશે જે ભૂમિકા તેણે અગાઉ કયારેય નથી નિભાવી.

જાણવા મળતી વિગત મુજબ આ ફિલ્મમાં તે ઘણી એકશન અને સ્ટંટ કરતી જોવા મળશે આશા છે કે આ ફિલ્મનું શુટીંગ આવતા વર્ષે શરૂ થશે. ઉલ્લેખનીય છે કે, આલીયા આ પહેલા પણ સ્પાઈ જોનરની ફિલ્મોમાં કામ કરી રહી છે. જેમાં રાઝી અને હોલીવુડની ડેબ્યુ ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોન રાખેલ છે.