હવે આ વ્યસન મુક્તિ કેન્દ્રમાં દર્દીને માર મારી નિપજાવી હત્યા, પોલીસે એફઆઇઆર નોંધી

ગાઝિયાબાદ,

રાષ્ટ્રીય રાજધાનીની બાજુમાં આવેલા ગાઝિયાબાદમાં એક વ્યસન મુક્તિ કેન્દ્રમાં એક દર્દીના લિંચિંગનો મામલો સામે આવ્યો છે. ઘટના બાદ સેન્ટર ઓપરેટર તાળા મારીને ફરાર થઈ ગયો હતો. માહિતી મળતાં જ ગાઝિયાબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને સેન્ટરનું તાળું તોડી લાશને પોતાના કબજામાં લીધી. પોલીસે વ્યસન મુક્તિ કેન્દ્રના ઓપરેટર અને તેના સહયોગીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

ગાઝિયાબાદના એસીપી લોની રજનીશ ઉપાધ્યાય ના જણાવ્યા અનુસાર, આ વ્યસન મુક્તિ કેન્દ્ર લોનીના ટ્રોનિકા સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના ખાનપુર ગામમાં ચલાવવામાં આવી રહ્યું હતું. પ્રાથમિક તપાસમાં આ વ્યસન મુક્તિ કેન્દ્રમાં દાખલ દર્દીઓ સાથે સંચાલકની બોલાચાલી થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ પછી વ્યસન મુક્તિ કેન્દ્રના ઓપરેટર અને તેના ચાર સાથીઓએ એક દર્દીને ખૂબ માર માર્યો હતો. આ ઘટનામાં દર્દીનું મોત નીપજ્યું હતું. આ પછી વ્યસન મુક્તિ કેન્દ્રના ઓપરેટર કેન્દ્રને તાળું મારીને ભાગી ગયો હતો.

સુત્રોના જણાવ્યા અનુસાર, મૃતકની ઓળખ દિલ્હીના પશ્ર્ચિમ વિહારના રહેવાસી અંક્તિ બત્રાના પુત્ર અર્જુન બત્રા તરીકે થઈ છે. છઝ્રઁ રજનીશ ઉપાયાયના જણાવ્યા અનુસાર, માહિતી મળતાં તેઓ પોતે ઘટનાસ્થળે પહોંચ્યા અને તપાસ કરી. ખબર પડી કે આ વ્યસન મુક્તિ કેન્દ્ર આવિષ્કા ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. વિપિન ઠાકુર નામનો વ્યક્તિ આ સેન્ટર ચલાવતો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ગુરુવારે સાંજે અંક્તિ બત્રાએ કેન્દ્ર નિર્દેશકને કોઈ વાતની ફરિયાદ કરી હતી.

આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો અને મારામારી થઈ હતી. દરમિયાન વિપિન ઠાકુર અને તેના સાગરિતોએ અંક્તિને માર માર્યો હતો. તેણે જણાવ્યું કે ગુનો કર્યા બાદ ચારેય આરોપીઓ વ્યસન મુક્તિ કેન્દ્રને તાળું મારીને ભાગી ગયા હતા. પાડોશીઓ પાસેથી માહિતી મળતાં ટ્રોનિકા સિટી પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઉચ્ચ અધિકારીઓને જાણ કરી. આ પછી પોતે ઘટનાસ્થળે જઈને તપાસ કરી હતી. તેમણે કહ્યું કે આ સંબંધમાં તમામ આરોપીઓ વિરુદ્ધ હુમલો અને હત્યાની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તેમની શોધ શરૂ કરવામાં આવી છે. આ સાથે પોલીસ એ જાણવાની કોશિશ કરી રહી છે કે આ સેન્ટર રજીસ્ટર્ડ હતું કે ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી રહ્યું છે.