હવામાન કેવું છે | ગુજરાત માટે 5 દિવસ ‘ભારે’ : વરસાદ સાથે આ જિલ્લાઓમાં કરા પડવાની આગાહી

  • ગુજરાતનું હવામાન કેવું છે.
  • રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે
  • સર્ક્યુલેશન સક્રિય હોવાથી વરસાદી માહોલ
  • 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે
  • આજે કેટલાક વિસ્તારમાં હિલસ્ટ્રોમની આગાહી 

આજે વહેલી સવારથી ગુજરાતનું હવામાન કેવું છે. વાતાવરણમાં પલટો આવ્યો છે. ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાની અસર જોવા મળી છે. આજે વહેલી સવારે જામનગર, દ્વારકા અને કચ્છમાં ઝરમર કમોસમી વરસાદ પડ્યો છે. આ વચ્ચે હવે હવામાન વિભાગ દ્વારા વધુ એક આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સર્ક્યુલેશન સક્રિય હોવાથી રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે.

વાતાવરણમાં પલટો આવતા ઘટ્યું ગરમીનું પ્રમાણ
આજે સવારથી જ અમદાવાદ સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વાતાવરણમાં પલટો આવવાથી ગરમીનું પ્રમાણ ઘટ્યું છે. આજે કેટલાક વિસ્તારમાં હિલસ્ટ્રોમની પણ આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા, બનાસકાંઠા, રાજકોટ, સુરેન્દ્રનગરમાં કરા સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 

5 દિવસ રહેશે વરસાદી માહોલ 
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 16, 17, 18 અને 19 માર્ચે રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદની શક્યતા છે. રાજ્યમાં આ સમયગાળા દરમિયાન 30થી 40 કિ.મીની ગતિએ પવન ફૂંકાઈ શકે છે.  

16 અને 17 માર્ચે આ વિસ્તારમાં માવઠાની સંભાવના
16 માર્ચે ગાજવીજ સાથે અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, પાટણ, સુરત, તાપી, નર્મદા, ડાંગ,  અને કચ્છમાં માવઠાની સંભાવના છે. સાથે જ 17 માર્ચે સુરત, તાપી, વડોદરા, વલસાડ, અમરેલી, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, ડાંગ, નર્મદા, નવસારી, અમદાવાદ, છોટાઉદેપુર,  જૂનાગઢ, અને અરવલ્લીમાં ગાજવીજ સાથે માવઠાની સંભાવના છે.