![](https://www.panchmahalsamachar.com/wp-content/uploads/2023/06/Ahmedabad-Robbery-03.jpg)
- અમદાવાદના બાપુનગરમાં હથિયારની અણીએ લૂંટ
- ડાયમન્ડ માર્કેટ વિષ્ણુ કાંતિ આંગડિયા પેઢીનો કર્મચારીને લૂંટાયો
- કર્મચારી રોકડ લઈ યોગેશ્વર પાર્ક પોતાના ઘરે જઈ રહ્યો હતો
- હથિયાર સાથે બાઇક પર આવેલા 3 શખ્સો 46.51 લાખની રોકડ લઈ ફરાર
અમદાવાદના બાપુનગરમાં આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો હોવાની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, ડાયમન્ડ માર્કેટ વિષ્ણુ કાંતિ આંગડિયા પેઢીના કર્મચારી સાથે લૂંટ 46.51 લાખ રૂપિયાની લૂંટ કરી લૂંટારુઓ ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ આ ઇસમો હથિયાર લઈ આવ્યા હતા અને કર્મચારી બૂમાબૂમ કરતાં લૂંટારુઓએ ફાયરિંગ પણ કર્યું હતું.
અમદાવાદમાં ક્રાઇમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદના બાપુનગરમાં એક આંગડિયા કર્મચારી સાથે 46.51 લાખની લૂંટ થઈ હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ આંગડિયા પેઢીનો કર્મચારી રોકડ લઈને યોગેશ્વર પાર્ક પોતાના ઘરે જઈ રહ્યો હતો. આ દરમિયાન હથિયાર લઈને બાઈક પર આવેલા 3 લોકો રોકડ રકમની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.
![](https://www.panchmahalsamachar.com/wp-content/uploads/2023/06/Ahmedabad-Robbery-01.jpg)
લૂંટારુઓએ કર્યું ફાયરિંગ
બાપુનગરમાં ડાયમન્ડ માર્કેટ વિષ્ણુ કાંતિ આંગડિયા પેઢીના કર્મચારી જ્યારે 46.51 લાખની રોકડ રકમ લઈ જઈ રહ્યા હતા ત્યાંરે લૂંટની ઘટના બની હતી. આ દરમિયાન હથિયાર સાથે આવેલ ઇસમોએ ઘટનાને અંજામ આપ્યો ત્યારે આંગડિયા કર્મચારીએ બૂમાબૂમ કરી હતી. જેને લઈ લૂંટારુંઓએ ફાયરિંગ પણ કર્યુ હોવાનું ખૂલ્યું છે. આ તરફ હવે શહેર કોટડા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે આ મામલે તપાસ હાથ ધરી છે.