હત્યાના કેસમાં કન્નડ સુપરસ્ટારની ધરપકડ, આરોપીએ પોલીસની સામે એક્ટરનું નામ લીધું

લોકપ્રિય કન્નડ અભિનેતા દર્શનની કામક્ષીપાલ્યા પોલીસે હત્યાના કેસમાં ધરપકડ કરી છે. પોલીસે તેની મૈસૂરમાં ધરપકડ કરી છે અને પૂછપરછ માટે તેને બેંગલુરુ લઈ જઈ રહી છે. ચિત્રદુર્ગના રેણુકાસ્વામી હત્યા કેસમાં એક આરોપીએ દર્શનનું નામ લીધું છે અને તેના આધારે પોલીસ કાર્યવાહી કરી રહી છે. આરોપ છે કે દર્શન સતત આરોપીના સંપર્કમાં હતો. રેણુકાસ્વામીનો મૃતદેહ રવિવારે મળ્યો હતો.

પોલીસે જણાવ્યું કે, એક હત્યા કેસમાં એક આરોપીએ દર્શનનું નામ આપ્યું છે અને આરોપીના નિવેદનના આધારે પોલીસે દર્શનની અટકાયત કરી છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ ૧૦થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. રેણુકાસ્વામી ચિત્રદુર્ગમાં એક મેડિકલ શોપમાં કામ કરતા હતા અને તાજેતરમાં જ તેમના લગ્ન થયા હતા.

રિપોર્ટ અનુસાર, રેણુકાસ્વામીનું પહેલા ચિત્રદુર્ગમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારપછી તેમનો મૃતદેહ શહેરના પશ્ર્ચિમ ભાગમાં આવેલા કામક્ષીપાલ્યામાંથી મળ્યો હતો. બેંગલુરુ પોલીસે જણાવ્યું હતું કે, ઝ્રઝ્ર્ફની તપાસ કરવામાં આવી હતી અને પીડિતની ઓળખ ચિત્રદુર્ગાના રહેવાસી રેણુકાસ્વામી તરીકે થઈ હતી.

બેંગલુરુ પોલીસે કહ્યું, ’કન્નડ અભિનેતા દર્શન અને તેના સહયોગીની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. તપાસ હજુ ચાલુ હોવાથી, અમે વધુ માહિતી આપી શક્તા નથી.

દર્શન કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો ટોપ હીરો રહ્યો છે. તેની ફિલ્મી કરિયર લગભગ ૨૫ વર્ષની છે. આટલા વર્ષોમાં તેણે ’મેજેસ્ટીક’, ’ધ્રુવા’, ’લંકેશ પત્રિકે’, ’ધર્મા’, ’દર્શન’, ’જોથે જોથેયલ’, ’સારથી’, ’મિસ્ટર આયાવર્ત’, ક્રાંતિ અને ’કાટેરા’ જેવી હિટ ફિલ્મો આપી ’ તેની તાજેતરની રિલીઝ ’કાટેરા’ની સક્સેસ પાર્ટી દરમિયાન પણ વિવાદ થયો હતો.