
ઉત્તર પ્રદેશના હાથરસમાં રતિભાનપુરમાં સત્સંગ દરમ્યાન ભાગદોડ મચી જવાથી ૧૧૬ લોકોથી વધારે લોકોના મોત થઈ ગયા છે. સૂરજપાલ ઉર્ફે ભોલે બાબાના સત્સંગમાં ભાગદોડ મચી ગઈ હતી. આ ભાગદોડ એવી હતી કે થોડી જ વારમાં મૃતદેહોનો ઢગલો થઈ ગયો. ભોલે બાબાનું પ્રવચન સાંભળવા માટે દરેક લોકો સત્સંગમાં આવ્યા હતા. ઘટનાને પગલે પરિવારના સભ્યો રડી રહ્યા છે. પોલીસ-પ્રશાસન અને સરકાર કામગીરી કરી રહી છે. મૃતદેહોની ઓળખ કરવામાં આવી રહી છે. પરંતુ હાથરસમાં મૃત્યુ સત્સંગ કરાવનાર બાબા અને તેમના અનુયાયીઓ જોવા પણ આવતા નથી. તે સતત પોલીસને ચકમો આપી રહ્યો છે. હવે સૂરજપાલ ઉર્ફે ભોલે બાબાનું વધુ એક કૃત્ય સામે આવ્યું છે. જેનો પર્દાફાશ તેના પરિવારના સભ્યએ જ કર્યો છે.
સૂરજપાલ ઉર્ફે ભોલે બાબાના નાના ભાઈની પત્નીએ જણાવ્યું છે કે બાબા તેના બાળકોને મારતા હતા. સૂરજપાલના ભાઈની પત્નીએ કહ્યું, ‘‘ભોલે બાબાને હવે તેમના પરિવાર સાથે કોઈ લેવાદેવા નથી. બાબાએ એક વખત પોતાના બાળકોને પણ માર માર્યો હતો અને મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.’ તેમણે કહ્યું કે અમે ક્યારેય ભોલે બાબાના સત્સંગમાં ગયા નથી. તેમ જ અમને તેમની સાથે કોઈ લેવાદેવા નથી. તે પોતાના ભાઈના મૃત્યુ પર પણ આવ્યા ન હતા. જે વ્યક્તિ પોતાના પરિવારના સભ્યના મૃત્યુ પર ન આવે તો તેવા સાથે અમારે કોઈ લેવાદેવા નથી.
કાસગંજના બહાદુરનગરમાં ભોલે બાબાના આશ્રમમાં કોઈ સેવકને દુર્ઘટના વિશે માહિતી આપવામાં આવી નથી. કાસગંજ આશ્રમના કોઈ સેવકને ખબર નથી કે શું થયું અને કેટલા લોકોના મોત થયા. હવે સવાલ એ છે કે શું આ આશ્રમ સેવકો જાણી જોઈને સાચી માહિતી નથી આપી રહ્યા. અથવા કોઈ એવી વ્યક્તિ છે જે તેમને સત્યથી દૂર રાખવાનો પ્રયાસ કરી રહી છે.
બાબા સૂરજપાલ કથાકાર સાકર હરિ બાબા ઉર્ફે ભોલે બાબા તરીકે ઓળખાય છે. જાણવા મળ્યું છે કે વિશ્ર્વ સાકર હરિ ઉર્ફે ભોલે બાબા થવણાઈ શરૂઆત આગરાથી થઈ હતી. સૂરજપાલ તેના પરિવાર સાથે કેદાર નગરમાં રહેતો હતો. ધીમે ધીમે તેણે સફેદ વો પહેરીને પોતાની ઓળખ બનાવી, પછી આસપાસની મહિલાઓ માટે બાબા બની ગયા. તે પછી સૂરજપાલે આગરાના કેદાર નગરમાં બનેલી નાની ઝૂંપડીમાંથી ભોલે બાબા તરીકે સત્સંગ અને પૂજા કરવાનું શરૂ કર્યું. થોડા જ સમયમાં તે સફેદ કપડા વાળા બાબાના નામથી ઓળખાવા લાગ્યો.
ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાના સિકંદરરાવ વિસ્તારમાં મંગળવારે ભોલે બાબાનો સત્સંગ હતો. આ સત્સંગમાં અચાનક ભાગદોડ થઇ હતી.જેમાં ૧૧૬ લોકોના મોત નિપજ્યા હતા. અત્યાર સુધીમાં લગભગ ૭૬ મૃતદેહોની ઓળખ કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઇટાહ અને હાથરસ નજીકના જિલ્લાઓ છે, જેમાંથી ઇટાહના લોકો પણ સત્સંગમાં ભાગ લેવા આવ્યા હતા. આ ઉપરાંત આગ્રા, સંભલ, લલિતપુર, અલીગઢ, બદાઉન, કાસગંજ, મથુરા, ઔરૈયા, પીલીભીત, શાહજહાંપુર, બુલંદશહર, ફરીદાબાદ અને હરિયાણાના પલવલ, મયપ્રદેશના ગ્વાલિયર, રાજસ્થાનના ડીગ વગેરે જિલ્લાઓમાંથી પણ અનુયાયીઓ સત્સંગમાં પધાર્યા હતા.