હાથ પકડીને લઈ જતા ટ્રોલ થયો તેનો પતિ અનસ સઈદ, સના ખાને કરવી પડી સ્પષ્ટતા

મુંબઇ,મુંબઈમાં બાબા સિદ્દીકી અને જીશાન સિદ્દીકી દ્વારા ઈફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યુ હતું. ત્યાં ટેલિવિઝન અને ફિલ્મી જગતના અનેક સ્ટાર પહોંચ્યા હતા. આ પાર્ટીમાં સલમાન ખાનથી લઈને શહેનાઝ ગિલ અને રશ્મિ દેસાઈએ પણ હાજરી આપી હતી.

પોપ્યુલર એક્ટ્રેસ રહી ચૂકેલી સના ખાન પણ પોતાના પતિ અનસ સઈદ સાથે બાબા સિદ્દીકીની પાર્ટીમાં સામેલ થઈ હતી. આ દરમિયાન એક્ટ્રેસ અને તેના પતિનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો જોયા બાદ યૂઝર્સે તેના પતિને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ છે. હવે એક્ટ્રેસે આ વાયરલ વીડિયો પર સ્પષ્ટતા આપી છે.

બાબા સિદ્દીકી દર વર્ષે ઈતાર પાર્ટીનું આયોજન કરે છે. હંમેશની જેમ ગ્લેમર ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો આ પાર્ટીમાં મોટી સંખ્યામાં હાજરી આપે છે. આ વખતે પણ તેણે ઈફ્તાર પાર્ટીનું આયોજન કર્યું હતું. જ્યાં ઘણા સ્ટાર્સ પહોંચ્યા હતા. એક સમયે ટીવી ઈન્ડસ્ટ્રીની ચમક્તી સ્ટાર સના ખાને પણ પાર્ટીમાં હાજરી આપી હતી. સના પ્રેગનન્ટ છે અને તે બુરખો પહેરીને ઈતાર પાર્ટીમાં પહોંચી હતી. જોકે આ દરમિયાન તેનો બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.

આ દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે, અનસ સનાનો હાથ પકડીને તેને ખેંચી રહ્યો છે. સના થાકેલી છે અને તેના ચહેરા પર થાક દેખાઈ રહ્યો છે. પ્રેગ્નન્ટ પત્નીને આ રીતે ખેંચવા પર તેના પતિને યૂઝર્સ દ્વારા જોરદાર ટ્રોલ કરવામાં આવ્યો હતો. હવે એક્ટ્રેસે આ વિશે સત્ય જણાવ્યું છે.

અનસ સઈદ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા એક યુઝરે લખ્યું, તેને શ્ર્વાસ તો લેવા દો. બીજાએ લખ્યું, આ કેવું વર્તન. તે પ્રેગનન્ટ છે છતાં તે તેને આવી રીતે કેમ ખેંચી રહ્યો છે.

આ ટ્રોલીંગ પછી અભિનેત્રીએ હાથ ખેંચવાની વાત સાચી કહી. સના ખાને લખ્યું, આ વીડિયો હમણાં જ મારા યાનમાં આવ્યો છે. હું જાણું છું કે મારા બધા વહાલા ભાઈઓ અને બહેનોને અને મારી જાતને પણ આ વીડિયો જોવામાં અજીબ લાગી રહ્યો છે. અમે લોકો ડ્રાઈવરનો સંપર્ક ન હોતા કરી શક્તા. હું એટલા લાંબા સમય ઉભી રહી તેથી મને પરસેવો થવા લાગ્યો અને હું અસ્વસ્થતા અનુભવવા લાગી હતી. સનાએ વધુમાં કહ્યું કે, તે મને જલદીથી આરામદાયક સ્થળ પર લઈ જવા માંગતો હતો જ્યાં હું આરામ કરી શકું. મેં જ તેને ઉતાવળ કરવા કહ્યું હતું. મહેરબાની કરીને આ વીડિયોનો ખોટો મતલબ ન કાઢો. તમારી બધાની ચિંતા માટે આભાર.

સના ‘બિગ બોસ ૬’ની ફાઈનલિસ્ટ પણ રહી ચૂકી છે. એક દિવસ તેણે અચાનક જ ઈન્ડસ્ટ્રી છોડવાનો નિર્ણય કરીને બધાને ચોંકાવી દીધા હતા. સનાએ ઓક્ટોબર ૨૦૨૦માં ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડવાનું એલાન કર્યું હતું. ત્યારબાદ તેણે ૨૧ નવેમ્બર ૨૦૨૦ના રોજ ઈસ્લામિક વિદ્વાન મુતી અનસ સૈયદ સાથે લગ્ન કરી લીધા હતા.