- સપાના નેતા કહે છે કે આઝમનો સમય ખરાબ ચાલી રહ્યો છે પરંતુ તેનો અર્થ એ નથી કે તે ખત્મ થઇ ગયા છે.
લખનૌ,
સામાન્ય ચુંટણી દરમિયાન આઝમ ખાન પર હેટ સ્પીચનો કેસ નોંધાયો હતો અને પહેલીવાર હતું જયારે કે કોઇ કેસમાં ફસાયા હતાં પરંતુ ત્યારબાદથી આ સિલસિલો યથાવત રકહ્યો સ્થિતિ એ છે કે આઝમ અને તેમના પુત્ર અબ્દુલ્લા ઉપર ૧૨૪ કેસ દાખલ કરવામાં આવી ચુકયા છે.તેમાંથી ૮૩ આઝમ ખાન પર કેસ દાખલ છે જયારે ૪૧ તેમના પુત્ર અબ્દુલ્લા આઝમ પર છે.ચાર દાયકામાં આ પહેલીવાર છે કે આઝમ ખાન પરિવારનો કોઇ પણ સભ્ય સંસદ કે યુપી વિધાનસભામાં જોવા મળશે નહીં આઝમની સાથે તેમના પુત્રને ૧૫ વર્ષ જુના કેસમાં મુરાદાબાદની અદાલતે સજા સંભળાવી છે સજા બે બે વર્ષની છે જાહેર છે કે નિયમો અનુસાર હવે અબ્દુલ્લા આઝમ યુપી વિધાનસભાના સભ્ય રહી શકશે નહીં આઝમ પહેલા જ ધારાસભ્ય પદ ગુમાવી ચુકયા છે.
હાલ આઝમ પરિવાર માટે પોતાના વજુદને બચાવવાનો સવાલ ઉભો થયો છે.૨૦૧૭માં યુપીમાં ભાજપની સરકાર બન્યા બાદથી આઝમ ખાન પર શિકંજો કસવાનો શરૂ થયો હેટસ્પીચની મામલામાં તેમને ત્રણ વર્ષની સજા સંભળાવવામાં આવી તો તે પોતાનું ધારાસભ્યનું પદ પણ ગુમાવી બેઠા ચુંટણી પંચે તેમની બેઠક પર પેટાચુંટણી કરાવી આઝમે ખુબ પ્રયાસ કર્યો કે બેઠક તેમના કોઇ નજીકના વ્યક્તિ પાસે રહે પરંતુ ભાજપના આકાશ સકસેના ચુંટણી જીતી ગયા જો કે અબ્દુલ્લા આઝમ સ્વાર બેઠકથી ભારે મતોથી જીતી ગયા હતાં જે રીતે સ્થિતિ બની તેમાં અબ્દુલ્લાનું વિધાનસભાનું પદ જવાનું નક્કી છે ત્યારબાદ જે પેટાચુંટણી થઇ તેમાં સ્વાર બેઠક પરથી ફરી પોતાનો પરચમ આઝમ પરિવાર લહેરાવે છે કે નહીં તે મોટો સવાલ છે સ્થિતિ જોઇ લાગતુ નથી કે ભાજપ તેને સરળતાથી સ્વારથી જીતવા દેશે.
જો કે સપાના નેતા કહે છે કે આઝમનો સમય ખરાબ ચાલી રહ્યો છે પરંતુ તેનો અર્થ એ નથી કે તે ખત્મ થઇ ગયા છે.આઝમ અને તેમનો પરિવાર ફરીથી બાઉસ બેન્ક કરશે.આ બધુ રાજનીતિ છે અને આઝમ સારી રીતે જાણે છે કે કંઇ રીતે ફરીથી પોતાનું વજુદ કાયમ કરવામાં આવે જો કે જે રીતે ભાજપની સરકાર તેમની પાછળ પડી છે તેનાથી લાગે છે કે આઝમની લડાઇ એટલી સરળ રહેશે નહીં યોગી સરકારે આઝમના પરિવારના કોઇ પણ સભ્યને છોડશે નહીં.તેમની પત્ની તંજીન ફાતિમાને પણ જેલની હવા ખાલી પડી ગઇ હતી મોહમ્મદ અલી જૌહર વિવિ પર પહેલાથી જ સંકટના વાદળ છવાયેલા છે.તેમના ખાસમખાસ ફસાહત અલી ખાન જેવા લોકો પણ તેમનો સાથ છોડતા નજરે પડી રહ્યાં છે.૨૭ મહીના સુધી સતત જેલમાં રહેવાથી આઝમ ખાનનો દબદબો રામપુરમાં ખુબ ઓછી થઇ છે.હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે રાજનીતિના માહિર ખેલાડી કેવી રણનીતિ અપનાવી આગળ વધે છે.તેમના નજીકના લોકો માને છે કે તે નબળા થયા છે પરંતુ ખતમ થયા નથી.