પંચમહાલ જિલ્લામાં બધું એક એક યુવકનું હાર્ટ એટેક નો હુમલામાં મોત નીપજ્યું છે. મોરવા હડફ તાલુકાના ખટવા ગામના યુવકને અચાનક ચક્કર આવતા તે ઢળી પડ્યો હતો. જેને તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં નજીકના મોરા ગામની સરકારી હોસ્પિટ માં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના ખટવા ગામના 39 વર્ષીય નરસિંગ અમરાભાઈ કટારા નામના યુવકનુ મોત નીપજ્યું હતું. ગામ ના યુવકો ક્રિકેટ રમી રહ્યાં હતાં. તે જોવા માટે ગયેલા નરસિંગભાઈ ને બેઠા બેઠા અચાનક ચક્કર આવતા તે જમીન ઉપર ઢળી પડ્યો હતો. જેને સારવાર માટે મોરા ગામની સરકારી હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો, પરંતુ સારવાર મળે તે પહેલાં જ નરસિંહ એ જીવ ગુમાવી દીધો હતો. તબીબે હાર્ટ એટેકનો હુમલો આવવાની શક્યતાઓ દર્શાવી હતી. આશાસ્પદ યુવકનું ઉત્તરાયણમાં અકાળે મોત નીપજતાં પરિવાર શોકમગ્ન થયો હતો.