હર્ષિત રાણાએ છેલ્લી ઓવરમાં મેચને કેકેઆર તરફ ફેરવી દીધી હતી

કોલકતા,\ ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૪ની ત્રીજી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદને ૪ રનથી હરાવ્યું. ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં કેકેઆરએ પ્રથમ બેટિંગ કરતા ૭ વિકેટ ગુમાવીને ૨૦૮ રન બનાવ્યા હતા. જવાબમાં, હેનરિક ક્લાસેનની અડધી સદી (૬૩) છતાં જીઇૐ ટીમ માત્ર ૨૦૪/૭નો સ્કોર કરી શકી હતી.

જેમને ગઈકાલની આ મેચ જોઈ હશે એમને એ તો ખ્યાલ હશે કે મેચ છેલ્લી બે ઓવરમાં ક્યાંય પણ જઈ શકી હોત. પરંતુ હષત રાણાએ છેલ્લી ઓવરમાં મેચને કેકેઆર તરફ ફેરવી દીધી હતી. છેલ્લી બે ઓવરમાં સનરાઇઝર્સ હૈદરાબાદને જીતવા માટે ૩૯ રનની જરૂર હતી. ત્યારબાદ આઇપીએલના સૌથી મોંઘા ખેલાડી મિચેલ સ્ટાર્કે ૧૯મી ઓવર ફેંકી હતી. આ ઓવરમાં તેમના હૈદરાબાદના બેટ્સમેનોએ ૨૬ રન બનાવ્યા હતા. જેના કારણે હૈદરાબાદને છેલ્લી ઓવરમાં જીતવા માટે માત્ર ૧૩ રનની જરૂર હતી. આ સાથે હૈદરાબાદની જીત નિશ્ર્ચિત જણાતી હતી. પરંતુ છેલ્લી ઓવરમાં યુવા ફાસ્ટ બોલર હષત રાણાએ શાનદાર પ્રદર્શન કર્યું અને કોલકાતાને જીત અપાવી. કેપ્ટન શ્રેયસ અય્યરે કહ્યું કે ૨૦મી ઓવર ફેંક્તા પહેલા હષત નર્વસ હતો અને તેણે ખેલાડીને પ્રોત્સાહિત કરવા પડ્યા હતા.

શ્રેયસ અય્યરે મેચ બાદ કહ્યું, ૧૭મી ઓવરથી જ મારા પેટમાં પતંગિયા ઉડતા હતા. મને લાગ્યું કે છેલ્લી ઓવરમાં કંઈ પણ થઈ શકે છે. તેમને ૧૩ રનની જરૂર હતી અને અમારી પાસે સૌથી અનુભવી બોલર નથી. પરંતુ મને વિશ્ર્વાસ હતો કે હર્ષિત રાણામાં ઘણો આત્મ વિશ્વાસ છે અને મેં તેને કહ્યું કે વધુ વિચાર નહીં ગમે તે થાય વાંધો નહીં. તે અંદર આવતા થોડો નર્વસ હતો, અને મેં ફક્ત તેની આંખોમાં જોયું અને તેને કહ્યું, ’આ તારી ક્ષણ છે, મિત્ર.’

હર્ષિત રાણાના પહેલા બોલ પર હેનરિક ક્લાસે સિક્સર ફટકારી હતી, પરંતુ ત્યારબાદ હષતે ત્રીજા બોલ પર શાહબાઝ અહેમદને આઉટ કર્યો હતો. ત્યારબાદ તેણે પાંચમા બોલ પર હેનરિક ક્લાસેનને બોલ્ડ કર્યો હતો. પેટ કમિન્સ છેલ્લા બોલ પર કોઈ રન બનાવી શક્યો નહોતો. આ રીતે કેકેઆર ટીમે ચાર રને મેચ જીતી લીધી અને જીતનો તાજ હષત રાણાના માથે ગયો અને તે આ જીત માટે સૌથી મોટા હીરો તરીકે ઉભરી આવ્યો હતો.