અમદાવાદ, હરણી નદી બોટ દુર્ઘટના કેસમાં એસઆઇટીએ ગઈ કાલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ડેલવપમેન્ટ ઓફિસર ગોપાલ શાહની છત્તીસગઢના રાયપુરથી ધરપકડ કરી હતી. આ કેસમાં પોલીસ તળાવની દેખરેખ કરનારા કોટિયા પ્રોજેક્ટ કંપનીના ભાગીદાર સહિત આઠ જણાની ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે એસઆઇટીએ મુખ્ય સૂત્રધાર પરેશ શાહને ઝડપી લીધો છે.
હરણી બોટ દુર્ઘટના મામલે એસઆઈટીને સફળતા મળી છે. મળતી માહિતી મુજબ હાલોલ વડોદરા રોડ પરથી પરેશ શાહ નામના શખ્સને દબોચ્યો છે. પૂર્વ ડેવેલોપમેન્ટ ઓફિસર ગોપાલ શાહનો સંબંધી પરેશ શાહ છે. અત્યાર સુધી ૯ આરોપીઓની ધરપકડ કરી છે. ૧૦ આરોપીઓ હજુ ફરાર છે. આ કાંડમાં પોલીસ તપાસમાં માલૂમ પડ્યું કે ઘટના સ્થળના સીસીટીવી બંધ હાલતમાં છે. આથી વધુ એક ગુનો તેમની વિરૂદ્ધ નોંધાયો છે. તળાવનો વહીવટ કરતા કર્મચારીઓની મોબાઈલ ચેટમાં પરેશ શાહને દરરોજનો હિસાબ અપાતો હતો તેનો ખુલાસો થયો છે.
હરણી તળાવમાં ૧૮ જાન્યુઆરીના રોજ વ્યુ સનરાઈજ સ્કૂલના બાળકો ભરેલી હોડી ડૂબી જતા સમગ્ર દેશમાં શોક ફેલાઈ ગયો હતો. આ દુર્ઘટનામાં ૧૨ બાળકો સાથે ૨ ટીચરના પણ મોત નિપજ્યા હતા. ઘટનાની ગંભીરતાને પગલે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રીએ તપાસના આદેશ આપ્યા હતા.
ગોપાલદાસ શાહ વર્ષ ૨૦૧૫-૧૬ દરમિયાન વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટાઉન પ્લાનિંગ ઓફિસર હતા. દરમિયાન નિગમે તેમને નોકરી પરથી હટાવી દીધા હતા. ગોપાલદાસ શાહ આકટેક્ટ હતા. આથી તેમણે એક કન્સ્લટન્સી કંપની શરૂ કરી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે ગોપાલદાસ શાહે ગુજરાતમાં અંદાજે ૫૦ પ્રોજેક્ટમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે કન્સ્લટન્સીનું કામ કર્યું છે.
૨૦૧૫-૧૬ની સાલમાં પીપીપી આધારે ગુજરાતના તમામ મોટા તળાવોના નવીનીકરણનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. તે સમયે ગોપાલદાસ શાહે વડોદરા નિગમને ગરણી તળાવનું સૌંદર્યકરણનો એક પ્રોજેક્ટ બનાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે મેસર્સ કોટિયા પ્રોજેક્ટ સ્નેક્સ બનાવતી કંપની છે. એ રીતે તે કોઈ તળાવનું ટેન્ડર લેવા પાત્રતા ધરાવતી ન હતી. તેમ છતાં આ કંપનીને ૩૦ વર્ષ માટે હરણી લેકનું ટેન્ડર અપાયું હતું.
પરેશ શાહ અને નિલેશ જૈન ડોલ્ફીન કંપનીના મુખ્ય ર્ક્તાહર્તા હતા. બન્નેએ સાથે મળીને ગોપાલદાસ શાહે ૫૦ હજાર વર્ગફૂટ ક્ષેત્રફળ વાળા હરણી લેકના સૌંદર્યકરણ ઉપર કામ કરી રહ્યા હતા. જ્યારે પરેશ શાહ અને નિલેશ જૈન આ પ્રોજેક્ટમાં રોકાણ કરતા હતા.
નવાઈની વાત એ છે કે કોટિયા પ્રોજેક્ટે તળાવની દેખરેખ કરવાનો કોન્ટ્રાક્ટ પરેશ શાહને આપ્યો હતો. બાદમાં પરેશ શાહે આ કોન્ટ્રાક્ટ ફન ટાઈમ અરીના નામની કંપનીના માલિક નિલેશ શાહને સોંપી દીધો હતો. નિલેશે પણ આ કોન્ટ્રાક્ટ આગળ જઈને નયન ગોહિલને આપી દીધો હતો. હોડી ચલાવનાર નયન ગોહિલ તળાવના કિનારે લારી ચલાવતો હતો.