
હરિયાણામાં જનનાયક જનતા પાર્ટી અને આઝાદ સમાજ પાર્ટી સાથે મળીને વિધાનસભા ચૂંટણી લડશે. પૂર્વ ડેપ્યુટી સીએમ દુષ્યંત ચૌટાલાએ જાહેરાત કરી કે બંને પક્ષો વચ્ચે ગઠબંધન થઈ ગયું છે. જનનાયક જનતા પાર્ટી ૭૦ બેઠકો પર અને આઝાદ સમાજ પાર્ટી ૨૦ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખશે.
આ ચૂંટણી પહેલા હરિયાણામાં જેજેપીના ધારાસભ્યો સતત પાર્ટી છોડી રહ્યા છે. અત્યાર સુધીમાં છ ધારાસભ્યોએ પાર્ટી છોડી દીધી છે. જ્યાં રામકુમાર ગૌતમ શરૂઆતથી જ પાર્ટી વિરુદ્ધ બોલતા રહ્યા છે, તેઓ પણ પાર્ટી છોડી શકે છે. જનનાયક જનતા પાર્ટીએ ૨૦૧૯ માં દસ બેઠકો જીતી હતી અને ભાજપને સમર્થન આપીને રાજ્ય સરકારમાં ભાગીદાર બની હતી, જે સંપૂર્ણ બહુમતીથી દૂર હતી.
જેજેપી,આઇએનએલડીથી અલગ થયા પછી રચાયેલી નવી પાર્ટી, તેના મુખ્ય મતદારો ખેડૂત વર્ગમાંથી હતા. હરિયાણામાં ખેડૂતોના આંદોલન દરમિયાન ખેડૂતોએ જેજેપીને ભાજપ છોડવાની માંગ કરી હતી, પરંતુ પાર્ટી ગઠબંધનમાં રહી હતી. જેનું નુક્સાન લોક્સભાની ચૂંટણીમાં જોવા મળ્યું. ઘણા ઇન્ટરવ્યુમાં, દુષ્યંત ચૌટાલાએ પોતે સ્વીકાર્યું છે કે તેઓ ખેડૂતોના આંદોલન દરમિયાન જનતાની લાગણીને સમજવામાં નિષ્ફળ રહ્યા હતા. જેના કારણે તેમને લોક્સભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો.