હરિયાણામાં સ્મશાનની દીવાલ ધરાશાયી થતાં એક બાળક સહિત ચાર લોકોના મોત

ગુરૂગ્રામ, હરિયાણાના ગુરુગ્રામના અર્જુન નગરમાં આજે સ્મશાનની દીવાલ ધરાશાયી થતાં એક બાળક સહિત ચાર લોકોના મોત થયા છે. તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. પોલીસ તપાસ ચાલી રહી છે.પ્રશાસનની ટીમ અને અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને કાટમાળ હટાવવામાં રહ્યો છે છે.

આ ઘટનાનો એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યો છે, જેમાં કેટલાક લોકો દિવાલની સાથે શેરીમાં ખુરશીઓ પર બેઠા હતા, ત્યારે અચાનક દિવાલ ધરાશાયી થઈ અને તેઓ દટાઈ ગયા.દિવાલ પડતી જોઈને તેઓ તેમની ખુરશીઓ પરથી ઉભા થાય છે અને ભાગવાનો પ્રયાસ કરે છે, પરંતુ એના પહેલા તમામ લોકો દીવાલના કાટમાળ નીચે દટાઈ ગયા હતા. આ પછી નજીકના લોકો કાટમાળ હટાવતા જોવા મળ્યા હતા. સ્મશાનની દિવાલના કાટમાળ નીચે દટાયેલા લોકોને તાત્કાલિક ગુરુગ્રામની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન પપ્પુ, ક્રિષ્ના, મનોજ અને માસૂમ બાળકી ખુશ્બુનું મોત થયું હતું. આ ઘટના સાંજે ૫:૩૦ થી ૬ વાગ્યાની વચ્ચે અર્જુન નગર પોલીસ ચોકીને અડીને આવેલા વિસ્તારમાં બની હતી. અહીં સ્મશાનભૂમિની ૧૮ ફૂટ ઉંચી દિવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી.

ગુરુગ્રામ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી અને મૃતદેહોને કબજામાં લીધા. ઘટનાસ્થળે હાજર અભિષેરે જણાવ્યું કે અહીં દિવાલની સાથે લાકડું લગાવવામાં આવ્યું છે. જેના કારણે દિવાલ ઝુકી ગઈ હતી. કેટલાક લોકો શેરીમાં દિવાલ સાથે ટેકવીને બેઠા હતા. બાળકો નજીકમાં રમતા હતા ત્યારે અચાનક દિવાલ ધરાશાયી થઈ હતી.