પાણીપત,
હરિયાણામાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના બીજા ચરણનો આજે પહેલો દિવસ છે. આમાં રાહુલ ગાંધી ૧૩ કિમી. પગપાળા ચાલ્યા. આ દરમિયાન તેઓ હાર્વર્ડ યુનિવસટીના પ્રોફેસરની ટીમને મળ્યા. તેમની સાથે એક કિમી. પગપાળા ચાલતા ચર્ચા કરી.ત્યાર બાદ અચાનક રસ્તામાં તેઓ એક ફેક્ટરીમાં રોકાયા. આ રોકાણ લગભગ એક કલાકનો રહ્યો. આ ફેક્ટરી ભાજપા નેતાની છે. જ્યાં ફેક્ટરી માલિક વિપિનરાય સરદાનાએ રાહુલ ગાંધીને બતાવ્યું કે તેઓ જનસંઘના સમયથી ભાજપા સાથે જોડાયેલા છે. આજે પણ ભાજપાને ફોલો કરે છે.
પાનીપતના સનોલી રોડ પર ખાડાને કારણે રાહુલ ગાંધીની સાથે ચાલી રહ્રા એક યાત્રીને પગમાં વાગ્યું. લોહી નીકળવાથી તરત સિવિલ હોસ્પિટલની ટીમને બોલાવવામાં આવી. ત્યાર બાદ એક ફેક્ટરીમાં રોકાઇને તેને ડોક્ટરોએ ફર્સ્ટ એડ આપ્યું. યાત્રા અત્યારે શહેરના સંજય ચોક પર પહોંચી ગઇ છે. મોનગ બ્રેક બાદ સીધા રાહુલ ગાંધી રેલી સ્થળ પર પહોંચશે. સેક્ટર-૧૩-૧૭ના ગ્રાઉન્ડમાં રાહુલ ગાંધી લોકોને સંબાધિત કરશે.તેની પહેલાં રાહુલ ગાંધીની યાત્રા સવારે આશરે ૮ વાગે કુરાડ ગામથી શરૂ થઇ. ત્યાર બાદ ઉગ્રાખેડી ગામ સુધી પહોંચ્યા. યાત્રા આજે લગભગ અઢી કલાક મોડી શરૂ થઇ. યાત્રા સવારે ૬ વાગે શરૂ થવાની હતી, પરંતુ રાહુલ ગાંધી સમય પર દિલ્હીથી આવી ન શક્યા. સાડા ૮ વાગે રાહુલ ગાંધીએ પાનીપત જિલ્લામાં એન્ટ્રી લીધી.
રાહુલ ગાંધીની યાત્રા પાનીપતમાં હેન્ડલૂમવાળી એક્સપોર્ટ ફેક્ટરીમાં રાકાઇ.,પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર હુડ્ડા અડધા રસ્તા સુધી ગાડીમાં આવ્યા. ત્યાર બાદ યાત્રામાં પગપાળા ચાલ્યા.કુમારી સૈલજા સૌથી પહેલાં યાત્રામાં સામેલ થવા માટે પહોંચી. રાજ્યસભા સાંસદ દીપેન્દ્ર હુડ્ડાએ ભારત જોડો યાત્રા દરમિયાન થોડા સમય માટે દોડ લગાવી. ત્યાર બાદ રાહુલ ગાંધીની પગપાળા યાત્રા સનૈલી રોડ, બબૈલ નાકાથી થઇને સંજય ચોક સુધી પહોંચશે. અહીંથી ગાડીમાં આગળ રવાના થશે. પાનીપતમાં તેઓ ૧૩ કિમી. પગપાળા જશે. ત્યાર બાદ આશરે ૨ વાગે હુડ્ડા ગ્રાઉન્ડમાં જનસભા થશે.
યાત્રાએ મોડી સાંજે યુપી બોર્ડરથી હરિયાણાના પાનીપત જિલ્લામાં પ્રવેશ કર્યો. પાનીપતના સનૌલી ખુર્દ ગામનાં ખેતરોમાં બનેલાં ટેન્ટ હાઉસમાં યાત્રાએ રાતવાસો કર્યો. જોકે રાહુલ ગાંધી દિલ્હી પરત ફર્યા. માતા સોનિયા ગાંધીની તબિયત ખરાબ હોવાને કારણે તેઓ સનૌલી ખુર્દમાં રાત્રે રોકાયા નહીં.
રાહુલ ગાંધીની પદયાત્રા નિંબરી, ઉગ્રાખેડી, માર્બલ માર્કેટ, બબૈલ નાકા, શિવ ચોક, ભીમ ગૌડા મંદિર ચોક અને પછી સંજય ચોક પહોંચશે. આ બધા એક જ રૂટ સનૌલી રેડ પર છે. આ દરમિયાન રસ્તામાં ૬ જગાએ સ્વાગત દ્વાર બનાવવામાં આવ્યા છે. જ્યાં તેમનું ચાલતાં-ચાલતાં સ્વાગત થશે. જણાવવામાં આવ્યું છે કે આ ૧૩ કિમી.નો રસ્તો આશરે ૫ કલાકમાં પૂરો કરવામાં આવશે. ૧૧ વાગે યાત્રા સંજય ચોક પહોંચી. સંજય ચોક પહોંચીને તેમને સ્પેશિયલ ગાડીઓમાં ય્ રોડ થતાં અનાજ બજાર લઇ જવામાં આવશે. જ્યાં તેમનો ટી બ્રેક હશે. અહીં ચા-નાસ્તો કરવા દરમિયાન ૨ કલાકનું રોકાણ છે. બપોરના દોઢથી બે વાગ્યા વચ્ચે તેમનો કાફલો ફરીથી ગાડીઓમાં રવાના થશે. અનાજ બજારથી બહાર ય્ રોડ પર આવ્યા બાદ કાફલો ફરીથી દિલ્હી તરફ લઇ જવામાં આવશે. ચૌટાલા રોડની સામેના ગામ સિવાહની પાસેથી કાફલો પાછો પાનીપતની તરફ વળી જશે.
સિવાહની પાસેથી પાનીપત શહેરની વચ્ચોવચથી પસાર થતો એલિવેટેડ હાઇવે પર કાફલાને ઉપર ચડાવવામાં આવશે. કાફલો અહીંથી ટોલપ્લાઝા સુધી પહોંચશે. ટોલપ્લાઝાથી કાફલો પાછો પાનીપતની તરફ વળી જશે. અહીંથી રાધા સ્વામી ભવન વાળા રસ્તેથી તેઓ સેક્ટર ૧૩-૧૭ સ્થિત રેલી સ્થળે જશે. જ્યાં તેઓ સંમેલન કરશે. સેક્ટર ૧૩-૧૭માં રેલી પછી રાહુલ ગાડી દ્વારા બાબરપુર અનાજ મંડી પહોંચશે. અહીં રાત્રિરોકાણ છે. આ રોકાણ બાદ ૭ જાન્યુઆરીની સવારે ૬ વાગે કારથી કોહંડ બોર્ડર સુધી જશે. ત્યાંથી ભારત જોડો યાત્રા કરનાલ જિલ્લામાં પ્રવેશ કરશે.