હરિયાણામાં ભાજપની સતત ત્રીજી વખત જીત થતા ગોધરા શહેર ભાજપ સંગઠને વિજય ઉત્સવ મનાવ્યો

હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે અને હરિયાણામાં ભારતીય જનતા પાર્ટી સતત ત્રીજી વખત સરકાર બનાવી રહી છે. ત્યારે પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ગોધરા શહેર ભાજપ સંગઠન દ્વારા ગોધરા શહેરના ગાંધી ચોક સર્કલ પાસે ઢોલ નગારા સાથે ફટાકડા ફોડી અને જલેબીથી મીઠું કરી વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થતા ગોધરા શહેરના ગાંધી ચોક સર્કલ પાસે શહેર ભાજપ સંગઠન દ્વારા વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ગોધરા શહેર ભાજપ પ્રમુખ દિલીપ દસાડીયા, ભાજપ મહામંત્રી હિતેશભાઈ ભટ્ટ, નગરપાલિકાના પ્રમુખ જયેશભાઈ ચૌહાણ સહિતના આગેવાનો અને કાર્યકરોએ ઉપસ્થિત રહી અને ઢોલ નગારા સાથે ફટાકડા ફોડી અને એકબીજાનું મોં મીઠું કરી અને જીતનો જશ્ન મનાવ્યો હતો.