હરિયાણામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધનના સમાચાર હવામાં વહેવા લાગ્યા

હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈને સૂત્રો પાસેથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું માનવું છે કે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન વિધાનસભા ચૂંટણી માટે ફાયદાકારક સોદો બની શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધીના આ પ્રસ્તાવ પર તમામ નેતાઓ એકમત હતા. તમને જણાવી દઈએ કે હરિયાણા કોંગ્રેસમાં ચૂંટણી પહેલા જ કેટલાક મોટા નેતાઓ વચ્ચે મતભેદના અહેવાલ છે જેમાં ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, કુમારી સેલજા અને રણદીપ સિંહ સુરજેવાલાનો સમાવેશ થાય છે.

હરિયાણા માટે ઝ્રઈઝ્રની બેઠકમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વિધાનસભા ચૂંટણીને લઈને મહત્વની વાતો કહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પોતાનો અભિપ્રાય આપતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, રાજ્યમાં આમ આદમી પાર્ટી સાથે મળીને ચૂંટણી લડવાથી કોંગ્રેસને ફાયદો થશે અને જો બંને પાર્ટીઓ અલગ-અલગ લડશે તો નુક્સાન ઉઠાવવું પડી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટીના તમામ નેતાઓ આ મુદ્દે એકમત દેખાતા હતા. તમને જણાવી દઈએ કે આ પહેલા કોંગ્રેસના નેતાઓ સતત કહેતા હતા કે તેમની પાર્ટી હરિયાણાની તમામ ૯૦ વિધાનસભા સીટો પર એકલા હાથે ચૂંટણી લડશે.

તમને જણાવી દઈએ કે વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદથી હરિયાણા કોંગ્રેસમાં ઉથલપાથલ ચાલી રહી છે. રાજકીય પંડિતોનું કહેવું છે કે રાજ્યમાં પાર્ટીની રાજનીતિમાં પોતાનું વર્ચસ્વ સાબિત કરવા માટે ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, કુમારી સેલજા અને રણદીપ સિંહ સુરજેવાલા વચ્ચે જોરદાર ખેંચતાણ ચાલી રહી છે. આ દરમિયાન કોંગ્રેસ તરફથી એક નિવેદન પણ આવ્યું છે કે હરિયાણા ચૂંટણીમાં જીત બાદ પાર્ટીના કોઈપણ સાંસદને પણ મુખ્યમંત્રી બનાવી શકાય છે. રાજ્યમાં કોંગ્રેસ તરફથી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, દીપેન્દ્ર હુડ્ડા, રણદીપ સુરજેવાલા અને કુમારી સેલજાને મુખ્યમંત્રી પદના દાવેદાર તરીકે જોવામાં આવી રહ્યા છે.