હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલે ખુરશી જવાની આશંકા વ્યકત કરી

ચંડીગઢ,

આરએસએસના પૂર્વ પ્રચારક અને હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે પોતાની ખુરશી જવાની આશંકા વ્યકત કરી છે.તાજેતરમાં મુખ્યમંત્રી ખટ્ટરના નિવાસ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના અનેક પદાધિકારીઓની સાથે ચ્હા નાસ્તા પર થયેલી ચર્ચા દરમિયાન તેમણે આ આશંકા વ્યકત કરી હતી મુખ્યમંત્રી ખટ્ટરે પોતાની આશંકા માટે સંગઠનનાં કામના તબક્કામાં પોતાના જુના સાથી અને હવે વડાપ્રધાનના સંકેતને સમજવાનો પ્રયાસને આધાર બનાવ્યો છે.

સુત્રોના જણાવ્યા અનુસાર હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે ગત મહીને આરએસએસના અનેક પદાધિકારીઓને ચ્હા અને નાસ્તા માટે પોતાના ધરે આમંત્રિત કર્યા હતાં. હરિયાણામાં તેમના લાંબા શાસન કાળને લઇ તેમના આરએસએસના મિત્રો પ્રશંસાથી ભરેલ હતાં સંધના એેક પ્રચારકે તે દરમિયાન કહ્યું કે પોતાના આઠ વર્ષના કાર્યકાળ બાદ ખટ્ટરે હરિયાણાના ત્રણ દિગ્ગજ લાલો (બંસીલાલ,દેવીલાલ ભજનલાલ)ના રેકોર્ડ તોડવાનું લક્ષ્ય રાખવું જોઇએ પ્રચારકની વાતોને મુખ્યમંત્રી ખટ્ટરે વિનમ્રતાપૂર્વક કાપતા કહ્યું કે તે કોઇ રેકોર્ડ કાયમ કરવાની યોજના બનાવી રહ્યાં નથી પરંતુ બની શકે છે તેમને તાદિકે મુખ્યમંત્રીની ખુરશી છોડવી પડે.

હકીકતમાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરને શંકા છે કે તે તાકિદે પોતાની ખુરશી ગુમાવી શકે છે.તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની મુલાકાત ઉત્સુકતાથી પુછયું હતું કે શું તે ખુશ છે ખટ્ટરે વડાપ્રધાન મોદીને આશ્ર્વાસન આપ્યું હતું કે તેમને આટલી જબરજસ્ત અવસર આપવા માટે તે હંમેશા તેમના આભારી રહેશે ખટ્ટર કયારેક એક જ ઘરમાં સાથે રહેનાર વડાપ્રધાન મોદીને સારી રીતે જાણે છે કે આ તેમનો સંકેત આપવાનો કે તે તાકિદે જ રાજયમાં નેતૃત્વ પરિવર્તનનો સમય થઇ શકે છે.

ગત અઠવાડીયે હરિયાણામાં જીલ્લા પરિષદ સહિત પંચાયતની ચુંટણીના નિરાશાજનક પરિણામ બતાવે છે કે વડાપ્રધાન મોદીને કદાચ પહેલા જ આભાસ થઇ ગયો હતો કે રાજયમાં ભાજપની સાથે બધુ બરાબર નથી તેને લઇ રાજયની રાજનીતિમાં દબાયેલી અવાજમાં ચર્ચા થવા લાગી છે જો કે દિલ્હી નગર નિગમની ચુંટણીમાં પણ પડોસી રાજય હરિયાણાના મુખ્યમંત્રી ખટ્ટરને સ્ટાર પ્રચારકની જેમ ભાજપે સામનો કર્યો હતો.