
છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા હાર્દિક પટેલે આખરે પાર્ટીના કાર્યકારી પ્રમુખપદે સહિત તમામ રાજીનામું આપી દીધું છે. હાર્દિક પટેલે ટ્વિટર ઉપર સોનિયા ગાંધીને સંબોધીને પત્ર લખ્યો છે અને પાર્ટીના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે.