હાર્દિક પંડ્યાની સાથે જિમમાં ક્સરત કરતો નજરે પડ્યો ઈશાન કિશન

સ્ટાર ભારતીય ક્રિકેટર ઈશાન કિશન છેલ્લા બે મહિનાથી ચર્ચામાં છે. કિશન દક્ષિણ આફ્રિકા પ્રવાસમાંથી વિરામ લઈને ઘરે પરત ફર્યા બાદથી ક્રિકેટનાં મેદાનથી દૂર છે. આ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના કોચ રાહુલ દ્રવિડે કિશનને કમબેક કરવા માટે ઘરેલુ ક્રિકેટ રમવાની સલાહ આપી હતી. 

આ સિવાય BCCI એ કેન્દ્રીય કરાર ધરાવતા ખેલાડીઓ માટે ડોમેસ્ટિક સર્કિટમાં રેડ બોલ ક્રિકેટ રમવાનું ફરજિયાત બનાવ્યું છે. આ મોટા ફેરફારો છતાં ઇશાન કિશન આ સિઝનમાં ઝારખંડ માટે રણજી ટ્રોફી નથી રમી રહ્યો. 

હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેમા હાર્દિક પંડ્યા સાથે ઈશાન કિશન જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં બંને ક્રિકેટર જિમમાં સખત મહેનત કરતાં જેવા મળી રહ્યાં છે.  

વીડિયોમાં બંને ક્રિકેટર એક્સરસાઇઝ વિશે વાત કરતા જોવા મળે છે. હાર્દિક પંડ્યાએ ઈશાન કિશનને પૂછ્યું કે, તમે વધુમાં વધુ શું કરી શકો છો, જેનો ઈશાન કિશન જવાબ આપે છે. દરમિયાન, બીસીસીઆઈના સચિવ જય શાહે રાજકોટ ટેસ્ટની પૂર્વસંધ્યાએ તમામ કેન્દ્રીય કરાર ધરાવતા ક્રિકેટરોને કોચ અથવા કેપ્ટનની વિનંતી પર તેમની રાજ્યની ટીમો માટે રેડ-બોલ ક્રિકેટ રમવાનો આગ્રહ કર્યો હતો.

શાહે સ્પષ્ટતા કરી કે, આ નિયમ કિશન સહિત રાષ્ટ્રીય ટીમનો ભાગ ન હોય તેવા તમામ ખેલાડીઓને લાગુ પડે છે. જય શાહે, સ્પષ્ટ કર્યું કે, કોઈપણ બહાનું સહન કરવામાં આવશે નહીં.

શાહે વધુમાં કહ્યું, ‘જો પસંદગીકાર, કોચ અને કેપ્ટન ઈચ્છે છે કે, તમે રેડ બોલ ક્રિકેટ રમો તો તમારે રમવું પડશે. ઈશાન કિશન અંગે હું સ્પષ્ટ કરવા માંગુ છું કે, આ નિયમ માત્ર ઈશાન કિશનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો નથી પરંતુ દરેક ખેલાડીને સમાન રીતે લાગુ પડે છે.