ટી ૨૦ વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા ભારત પરત ફરી છે. ભારતીય ક્રિકેટ ટીમના સ્વાગત અને સેલિબ્રેશનની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલા છે. પરંતુ આ બધાની વચ્ચે ક્રિકેટર હાર્દિક પંડ્યા અને સબયન મોડલ અને અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક વચ્ચે છૂટાછેડાની અફવાઓએ ફરી જોર પકડ્યું છે. એક તરફ, હાર્દિક પંડ્યાના ભારત પરત ફર્યા બાદ નતાશા સ્ટેનકોવિક બેક ટુ બેક ક્રિપ્ટિક પોસ્ટ્સ શેર કરી રહી છે. તો બીજી તરફ, હાર્દિક નું ઘરે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું છે, જેની એક ઝલક ક્રિકેટરની ભાભી પંખુરી શર્માએ સોશિયલ મીડિયા પર બતાવી છે.
ક્રિકેટર હાર્દિક પંડ્યાની ભાભી અને કૃણાલ પંડ્યાની પત્ની પંખુરી શર્માએ ગઈકાલે મોડી રાત્રે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટના સ્ટોરી સેક્શનમાં એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં હાદક પંડ્યા, બ્લેક ટી-શર્ટ અને પેન્ટ પહેરીને કેક કાપી રહ્યો છે, જેના પર અભિનંદન એચપી લખેલું છે. તેમજ વીડિયોમાં હાર્દિકની પાછળ જોઈ શકાય છે કે તે વૉલને વાદળી અને સફેદ ફુગ્ગાથી શણગારવામાં આવી છે અને એચપીની ઉપર અંગ્રેજીમાં કોંગ્રેસ્યુલેશન લખવામાં આવ્યું છે. હાર્દિક પંડ્યાના ઘરે ભવ્ય સ્વાગતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો એક જ સવાલ પૂછી રહ્યા છે કે નતાશા સ્ટેનકોવિક ક્યાં છે?
ટીમ ઈન્ડિયા ટી ૨૦ વર્લ્ડ કપ જીતવાથી લઈને હાર્દિકના ઘરે પરત ફર્યા બાદ ક્રિકેટરની પત્ની અને સબયન મોડલ-અભિનેત્રી નતાશા સ્ટેનકોવિકે તેના પતિ માટે કોઈ પણ અભિનંદન પોસ્ટ શેર કરી નથી. નતાશાએ અત્યાર સુધી ઘણી ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી છે. આવી સ્થિતિમાં ફરી એકવાર નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યા વચ્ચે છૂટાછેડાની અફવાઓ સામે આવી છે.
નતાશા સ્ટેનકોવિકે ગઈ કાલે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે આ રીતે મેકઅપ કરતી જોવા મળે છે, પરંતુ વીડિયો પર એક્ટ્રેસે લખ્યું- ભગવાન, જ્યારે હું મુશ્કેલીમાં હોઉં ત્યારે મારી મદદ કર અને જ્યારે હું ન હોઉં ત્યારે મારી રક્ષા કરો. નતાશાની આ પોસ્ટે સોશિયલ મીડિયા પર ફેન્સને ચોંકાવી દીધા છે.