હાર્દિક પંડ્યા બન્યો બેશરમ! વિકેટ ન મળતાં ખામીઓ છુપાવતો જોવા મળ્યો

મુંબઇ, મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા રાજસ્થાન રોયલ્સ સામે નવ વિકેટે હારી જતાં નિરાશ છે. હાર્દિક પંડ્યાએ સ્વીકાર્યું છે કે બેટ્સમેન અને બોલર બંને મેચમાં સારી શરૂઆત કરવામાં નિષ્ફળ રહ્યા હતા. મેચ પૂરી થઈ ગયા પછી જણાવ્યું હતું કે, ‘શરૂઆતમાં અમે મુશ્કેલીમાં આવી ગયા હતા, પરંતુ તિલક અને નિહાલ જે રીતે રમ્યા તે શાનદાર પ્રદર્શન હતું. અમે અપેક્ષા મુજબ મેચ પૂરી ન કરી શક્યા અને તેથી અમે ૧૦ થી ૧૫ રન ઓછા બનાવ્યા.’

પંડ્યાએ કહ્યું, ‘બોલિંગમાં અમારે બોલને સ્ટમ્પ પર રાખવા પડતા હતા પરંતુ પાવર પ્લેમાં અમે તેને બોડીથી દૂર ફેંકી દીધા હતા. તે મેદાન પર અમારો શ્રેષ્ઠ દિવસ નહોતો. અમે અમારું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું નથી. દરેક વ્યક્તિ તેમની ભૂમિકા જાણે છે, આપણે આપણી ભૂલો સુધારવાની જરૂર છે અને તેને પુનરાવર્તન ન કરવી જોઈએ.

રાજસ્થાન સામેની આ મેચમાં હાર્દિક પંડ્યા દરેકમાં ફ્લોપ રહ્યો હતો. કેપ્ટનશીપ હેઠળ હાર્દિકે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જયપુરમાં ઘણીવાર બીજી ઇનિંગમાં બેટિંગ કરવી સરળ બની જાય છે પરંતુ હાદકે પ્રથમ ઈનિંગમાં બેટિંગ કરવાનું પસંદ કર્યું. પ્રથમ બેટિંગ કરતા મુંબઈના ટોપ ઓર્ડરની બેટિંગ ખરાબ રીતે ફ્લોપ રહી હતી.

જ્યારે લોઅર ઓર્ડરમાં હાર્દિક બેટિંગ કરતો હતો ત્યારે તે પોતે રન બનાવવા માટે સંઘર્ષ કરતો હતો. હાર્દિક ભારે મુશ્કેલીથી ૧૦ બોલમાં ૧૦ રન બનાવી શક્યો હતો. આ ઇનિંગમાં તેણે માત્ર એક ચોગ્ગો માર્યો હતો. આ પછી તે બોલિંગમાં પણ કંઈ કરી શક્યો નહીં. તેણે બે ઓવર ફેંકી જેમાં તેણે ૨૧ રન આપ્યા અને એક પણ વિકેટ મળી ન હતી. આવી સ્થિતિમાં સ્પષ્ટપણે કહી શકાય કે હાર બાદ હાર્દિક પોતાની ખામીઓ છુપાવવા બહાના બનાવતો જોવા મળ્યો હતો.