હાર્દિક પંડ્યા બાદ હવે ખેલાડી જોની બેયરસ્ટો પણ લગ્ન વગર પિતા બન્યો

મુંબઇ, હાર્દિક પંડ્યા એક એવો ભારતીય ક્રિકેટર છે, જે લગ્ન પહેલા પિતા બની ગયો છે. નતાશા અને હાર્દિક પંડ્યાના પુત્રનું નામ અગસ્ત્ય છે. પુત્રનો જન્મ ૩૦ જુલાઈ, ૨૦૨૦ ના રોજ થયો હતો. હાર્દિક પંડ્યાની જેમ હવે વધુ એક આંતરરાષ્ટ્રીય ખેલાડી લગ્ન પહેલા જ પિતા બની ગયો છે. આ ખેલાડીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ચાહકોને આ સારા સમાચાર આપ્યા છે.

ઇંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન જોની બેયરસ્ટોના ઘરે નાના મહેમાનનું આગમન થયું છે. લાંબા સમયથી ઈજાગ્રસ્ત થયા બાદ ટીમમાં પરત ફરેલા વિકેટ કીપર બેટ્સમેન જોની બેયરસ્ટોએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા પિતા બનવાના ગુડ ન્યુઝ આપ્યા છે.

જોની બેરસ્ટોએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર લખ્યું, ’હું તમારી સાથે આ સારા સમાચાર શેર કરતા ખૂબ જ ખુશ છું કે હું અને મારી ગર્લફ્રેન્ડ ’એડવર્ડ બેરસ્ટો’ના માતા-પિતા બની ગયા છીએ. બંને સંપૂર્ણપણે સ્વસ્થ છે.

ક્રિકેટ જગતની સૌથી મોટી સિરીઝમાંથી એક ગણાતી એશિઝ ૨૦૨૩ ૧૬ જૂનથી શરૂ થવા જઈ રહી છે. જોની બેયરસ્ટો આ સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમનો ભાગ છે.છેલ્લી એશિઝમાં બેયરસ્ટોનું બેટ પણ જોરદાર બોલ્યું હતું. આવી સ્થિતિમાં ઇંગ્લેન્ડની ટીમને આ વખતે પણ જોની બેયરસ્ટો પાસેથી શાનદાર પ્રદર્શનની આશા રહેશે.

જોની બેયરસ્ટોએ શેર કરેલા ફોટામાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બેયરસ્ટો તેના પુત્ર સાથે ફરી રહ્યો છે . એશિઝ ૨૦૨૩ પહેલા બેયરસ્ટો માટે આ સારા સમાચાર છે. હવે તે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ એક્શનમાં પરત ફરવા માટે બેતાબ રહેશે.