
મુંબઈ, ક્રિકેટર હાર્દિક અને કૃણાલ પંડ્યા સાથે છેતરપિંડી કરવાના કેસમાં મુંબઈની ઈકોનોમિક ઓફિસ વિંગે આરોપીની ધરપકડ કરી છે. આરોપી વૈભવ પંડ્યા હાર્દિક અને કૃણાલ પંડ્યાનો સાવકો ભાઈ છે. ૨૦૨૧ માં, હાર્દિક અને કૃણાલે તેમના સાવકા ભાઈ વૈભવ સાથે મળીને પોલિમર બિઝનેસ શરૂ કર્યો. આ કંપનીમાં હાર્દિક અને કૃણાલનો ૪૦-૪૦ ટકા અને વૈભવનો ૨૦ ટકા હિસ્સો હતો.ભાગીદારીની શરતો અનુસાર, કંપનીનો નફો આ આધારે ત્રણમાં વહેંચવાનો હતો. જો કે, કંપનીનો નફો તેના ભાઈઓને આપવાને બદલે આરોપી વૈભવે અલગ કંપની બનાવી અને તેને ટ્રાન્સફર કરી દીધી. જેના કારણે હાર્દિક અને કૃણાલ પંડ્યાને ૪.૩ કરોડ રૂપિયાનું નુક્સાન થયું છે.
હાર્દિકે નોંધાવેલી ફરિયાદના આધારે ઇઓડબ્લ્યુએ વૈભવ પંડ્યાની ધરપકડ કરીને તેને ૫ વર્ષની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.