
મુંબઇ,
ભારતની સ્ટાર ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝાને પોતાના કરિયરના અંતિમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ડબ્લ્યુટીએ દુબઈ ડ્યૂટી ફ્રી ચેમ્પિયનશિપના પહેલા રાઉન્ડમાં જ સાનિયા અને તેની પાર્ટનર મેડિસન કીઝને સીધા સેટમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ જોડીને વેરનોકિયા કુદેર્મેટોવા અને લ્યૂડમિલા સેમસોનોવાએ ૪-૬, ૦-૬થી હરાવ્યાં. સાનિયા મિર્ઝાએ હાલમાં જ ટેનિસમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી અને આ તેના પ્રોફેશનલ કરિયરનો અંતિમ મુકાબલો હતો.
સ્ટાર ભારતીય ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા પોતાના કરિયરનો અંતિમ મુકાબલો દુબઈ ડ્યૂટી ફ્રી ચેમ્પિયનશિપમાં પોતાની અમેરિકી જોડીદાર મેડિસન કીઝની સાથે ઉતરી હતી. તેનો સામનો રશિયાની મજબૂત જોડી વેરનોકિયા કુદેર્મેટોવા અને લ્યૂડમિલા સેમસોનોવાથી થયો. આ મુકાબલામાં તમામને આશા હતી કે સાનિયા પોતાની રમતનો જાદૂ દેખાડશે અને આ મુકાબલો પોતાના નામે કરશે, પરંતુ એવું ન થયું અને તેને પહેલા જ રાઉન્ડમાં ૪-૬, ૦-૬થી હારનો સામનો કરવો પડ્યો. સાનિયાની આ છેલ્લી મેચ એક કલાક સુધી ચાલી.
વર્ષ ૨૦૦૯માં સાનિયાએ પોતાના કરિયરનો પહેલો ગ્રાન્ડ સ્લેમ જીત્યો. મહેશ ભૂપતિની સાથે ઓસ્ટ્રેલિયન ઓપન ૨૦૦૯માં તે મિકસ્ડ ડબલ્સ ચેમ્પિયન બની. જે બાદ મિક્સ્ડ ડબલ્સમાં ફ્રેન્ચ ઓપન ૨૦૧૨ અને યુએસ ઓપન ૨૦૧૪માં પણ જીત્યાં. જે બાદ તેનું વધુ ફોક્સ મહિલા ડબલ્સ પર થયું. ૨૦૧૫માં સાનિયાએ વિમ્બલ્ડન અને યુએસ ઓપમાં મહિલા ડબલ્સ ટાઈટલ જીત્યાં. ૨૦૧૬માં તે ઓસ્ટ્રેલિયન ઓપનમાં મહિલા ડબલ્સનું ટાઈટલ જીતવામાં સફળ રહી. આ રીતે સાનિયાએ પોતાના કરિયારમાં કુલ ૬ ડબલ્સ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યાં. આ ઉપરાંત સાનિયાએ ૧૩ એપ્રિલ,૨૦૦૫માં સૌથી પહેલી વખત મહિલા ડબલ્સમાં નંબર ૧ રેક્ધિંગ મેળવવામાં સફળ થઈ હતી.