- ઓસ્ટ્રેલિયાઇ ટીમ જો સીરીજની બાકી બચેલ ત્રણ મેચ હારી જાય તો ડબ્લ્યુટીસીની ફાઇનલની બહાર થઇ શકે છે.
નવીદિલ્હી,
આઇસીસી વિશ્ર્વ ચેમ્પિયનશિપ ફાઇનલની રેસ હવે વધુ રસપ્રદ બની રહી છે.ભારત વિરૂધ ઓસ્ટ્રેલિયા સીરીજની પહેલી મેચ જીતી ટીમ ઇન્ડિયા જયાં એક વધુ ફાઇનલમાં જવા તરફ એક વધુ પગલુ વધાર્યું છે.જયારે બીજી ટીમો પણ તેના માટે પોતાની દાવેદારી કરી રહી છે.ઓસ્ટ્રેલિયાની ટીમ ભલે ડબ્લ્યુટીસીની ફાઇનલમાં પહોંચવા માટે ભારે દાવેદાર હોય પરંતુ એકત સીન એવો પણ બની રહ્યો છે કે ઓસ્ટ્રેલિયાઇ ટીમને અંતિમ સમયમાં તેનાથી બહાર થવું પડી શકે છે.આમ તો હાલ ભારત અને ઓસ્ટ્રેલિયાની ફાઇનલમાં એન્ટ્રી લગભગ લગભગ નક્કી માનવામાં આવી રહી છે પરંતુ શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકાની ટીમો પણ હવે તૈયારીમાં લાગી છે અને પહેલા બે નંબરની ટીમોને ટકકર આપી રહી છે.
ભારત વિરૂધ ઓસ્ટ્રેલિયાની એક મેચ થઇ ચુકી છે.જેને ભારતે જીતી છે ઓસ્ટ્રેલિયાઇ ટીમ જો સીરીજની બાકી બચેલ ત્રણ મેચ હારી જાય તો ડબ્લ્યુટીસીની ફાઇનલની બહાર થઇ શકે છે પરંતુ તેના માટે જરૂરી હશે કે શ્રીલંકા અને ન્યુઝીલેન્ડની વચ્ચે રમાનાર સીરીજની બંન્ને મેચ શ્રીલંકાઇ ટીમ જીતી જાય આવામાં ટીમ ઇન્ડિયા નંબર બની ફાઇનલમાં એન્ટ્રી કરશે જયારે શ્રીલંકા બીજી ટીમ બની જશે. જો કે જો બચેલ ત્રણેય મેચોમાંથી એક પણ મેચ ઓસ્ટ્રેલિયા ટીમ ડ્રો કરાવવામાં સફળ રહી તો તેનું ફાઇનલમાં જગ્ગા પાક્કી થઇ જશે જો એક મેચ ઓસ્ટ્રેલિયાઇ ટીમ જીતી જશે તો તેની બેઠક સુરક્ષિત થઇ જશે પરંતુ હાલ ઓસ્ટ્રેલિયાઇ ટીમનું ફાઇનલમાં રમવાનું પાક્કુ માનવામાં આવતું નથી જો ઓસ્ટ્રેલિયાઇ ટીમ એક મેચ ડ્રો કરાવે છે અથવા તો જીતી લે છે તો શ્રીલંકાઇ ટીમ ન્યુઝીલેન્ડને સીરીજમાં પુરી રીતે સફાયો કરી દે છે તો પણ શ્રીલંકા માટે તક ખતમ થઇ જશે.
ટીમ ઇન્ડિયા બે મેચ જીતીને ફાઇનલમાં એન્ટ્રી કરી શકે છે હાલ ડબ્લ્યુટીસી પોઇન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયા બાદ નંબર બે પર છે જો ભારતીય ટીમે એક વધુ મેચ જીતી લીધી તો તેનીં ફાઇનલમાં બેઠક નક્કી થશે નહીં પરંતુ તક જરૂર વધશે.સીરીજનું પરિણામ શું રહે તો ભારતને લાભ થશે તે જોઇએ તો ૪-૦,૩-૦,૩-૧,૨-૦,૨-૧,૨-૨,૧-૦ જો આવું પરિણામ ભારતમાં પક્ષમાં સીરીજ જશે તો ટીમ ઇન્ડિયા ફાઇનલની ટીકિટ કાપી લેશે ત્યારબાદ બાકી ટીમો ગમે તેવું રમે ઓછામાં ઓછા ભારતીય ટીમને કોઇ પણ અસર પડશે નહીં જો કે ટીમ ઇન્ડિયાને શ્રીલંકાથી સખ્ત પડકારો મળી શકે છે જે હાલના સમયે અંક તાલિકામાં નંબર ત્રણની ખુરશી પર કબજો જમાવેલ છે જો શ્રીલંકા પોતાની બચેલ બંન્ને મેચ જીતી લે તો તેની જીતની ટકાવારી ૬૧.૧૧ થઇ જશે આવામાં જરૂરી હશે કે ટીમ ઇન્ડિયા સીરીજની ચારમાંથી ઓછામાં ઓછી ત્રણ મેચ જરૂર જીતે.શ્રીલંકા માટે જરૂરી હશે કે તે પોતાની બે મેચ તો પહેલા જીતી છે આ સાથે જ ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે રમાઇ રહેલ સીરીજ પર પણ તેની નજર રહેશે ફાઇનલમાં આવવાની એક વધુ દાવેદાર છે દક્ષિણ આફ્રિકાની ટીમ.આફ્રિકા માટે તક જો કે ખુબ ઓછી છે પરંતુ તેની પણ દાવેદારી તો હાલ બનેલ છે આફ્રિકાને વેસ્ટ ઇન્ડિયાથી પોતાની ત્રણ ટેસ્ટ મેચ જીતવી પડશે જો તે એક પણ મેચ હારે તો તેનું રમવું મુશ્કેલી બની રહેશે.