હાલોલ નગરની બહાર વડોદરા રોડ પર આવેલ બાયપાસ ચાર રસ્તા ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો. ટ્રાફિક જામન પગલે લાંબા સમય સુધી વાહનચાલકો ગાડીઓમાં અટવાઈ પડ્યા હતા.
હાલોલ નગરની બહાર વડોદરા રોડ પર આવેલ ચાર રસ્ત પર રજાના દિવસે બપોરના સમયે વરસાદી માહોલમાં પ્રાકૃતિક નજારો માણવા ઉમટી પડેલા પ્રકૃતિ પ્રેમીઓના વાહનોનો બરોડા તરફ જવા માટે ભારે ધસારો થતાં તેમજ ગોધરા તરફથી આવતી ગાડીઓનો ધસારો વધી જતાં ચાર રસ્તા પર ભારે ટ્રાફિક જામ થયો હતો.ટ્રાફિક જામ એટલો લાંબો હતો કે, વડોદરા તરફથી આવતી ગાડીઓની લાઈન બાયપાસ ચાર રસ્તાથી ટોકનાકા ક્રોસ કરી ટોલનાકાથી આગળ આવેલી હોટલ સુધી પહોંચી ગઈ હતી. લોકો પોતાના વાહનો વહેલી તકે ટ્રાફિકજામ માંથી કાઢવા સર્વિસ રોડ પર આડા અવળા જતા જોવા મળ્યા હતા. જેના કારણે સર્વિસ રોડ પર પણ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. બીજી તરફ ગોધરા રોડ પર બાયપાસ ચાર રસ્તાથી કંજરી રોડ ચાર રસ્તા સુધી બાયપાસ પર વાહનોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી. જયારે પાવાગઢ રોડ બાયપાસ તરફ પણ દુર સુધી વાહનો ટ્રાફિક ખડકાઈ ગયા હતા. પ્રાથમિક તબકકે ભયંકર ટ્રાફિક જામ થતાં સ્થાનિક યુવકો દ્વારા ટ્રાફિકમાં અટવાયેલ વાહનોને સુરક્ષિત રીતે એક પછી એક તેમ આગળ જવા દેવામાં આવતા હતા. ટ્રાફિક જામની જાણ હાલોલ ટાઉન પોલીસને થતાં પોલીસ અડધો કલાક બાદ ટ્રાફિક જામ દુર કરવા માટે આવી પહોંચી હતી.