હાલોલ,હાલોલ-વડોદરા બાયપાસ રોડ ઉપર મહેન્દ્ર ટ્રેકટરના શોરૂમ સામે આઈસર ટેમ્પોના ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવી બાઈકને અડફેટમાં લઈ ચાલકને ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવી ગુનો કર્યાની ફરિયાદ નોંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ-વડોદરા બાયપાસ રોડ ઉપર આવેલ મહેન્દ્ર ટ્રેકટરના શોરૂમ સામેથી પસાર થતાં આઈસર ટેમ્પો નં.જીજે.06.એયુ.5515ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે ગફલત ભરી રીતે હંકારી લાવી રોડ ઉપરથી પસાર થતી મોટર સાયકલ નંં. જીજે.17.સીપી.7666ને અડફેટમાં લઈ ચાલક અરવિંદભાઇ અમરસિંહ બારીયા ઉ.વ.40ને ગંભીર ઇજાઓ પહોંચાડતા ધટના સ્થળે મોત નિપજાવા પામ્યું અને આઈસર ચાલક નાશી જઈ ગુનો કરતાં આ બાબતે હાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.