
પીએમ મોદીએ અયોધ્યાના ઈતિહાસમાં એક નવો અધ્યાય ઉમેર્યો છે. 30 ડિસેમ્બરના રોજ, તેમણે મહર્ષિ વાલ્મિકી આંતરરાષ્ટ્રીય હવાઈમથકનું ઉદ્ઘાટન કર્યું હતું, ત્યારબાદ અયોધ્યા માટે ઈન્ડિગોની પ્રથમ ફ્લાઈટ દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉપડી હતી.
પરંતુ ફ્લાઈટ પહેલા ફ્લાઈટમાં એક એવો ખાસ નજારો જોવા મળ્યો, જેને જોઈને દરેક વ્યક્તિ ભગવાન શ્રી રામની ભક્તિમાં તલ્લીન થઈ જવા મજબૂર થઈ ગયા હતા. આનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.
મહત્વનું છે કે, આ ફ્લાઈટ ઉડતા પહેલા હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવ્યો હતો, જેણે દરેકને ભક્તિમાં લીન કરી દીધા હતા. આ મનોહર દ્રશ્ય ઉડાન પહેલાનું હતું. તમને જણાવી દઈએ કે, પાયલટ આશુતોષ શેખરે આ ફ્લાઈટની કમાન સંભાળી હતી અને તેમણે જય શ્રી રામના નારા સાથે મુસાફરોનું સ્વાગત કર્યું હતું.
તેમણે આ ઐતિહાસિક ક્ષણનો ભાગ બનવા બદલ દરેકનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. કેપ્ટન શેખરે કહ્યું કે આજનો દિવસ તેમના માટે પણ ખૂબ જ ગર્વનો દિવસ છે, કારણ કે તેમને આ ફ્લાઈટનું નેતૃત્વ કરવાની જવાબદારી મળી છે.
ટ્વિટર પર વાયરલ થઈ રહેલા આ વીડિયો પર ઘણા યુઝર્સે પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી છે. આવી સ્થિતિમાં એક યુઝરે લખ્યું કે આ ફ્લાઈટમાં બેઠેલા દરેક વ્યક્તિએ ઘણું પુણ્યનું કામ કર્યું હશે. ત્યારે અન્ય એક યુઝરે લખ્યું કે જય શ્રી રામના નારાથી સમગ્ર વાતાવરણ ભક્તિથી ભરાઈ ગયું છે.