હાનિકારક ખાદ્ય ચીજો

ખાનગી ક્ષેત્રે અનામત

વિશ્વ વિદ્યાલય અનુદાન આયોગ એટલે કે યુજીસીએ તમામ યુનિવર્સિટી અને કોલેજોને એ યોગ્ય નિર્દેશ આપ્યા કે તેઓ પોતાને ત્યાં હાનિકારક ખાદ્ય ચીજોનું વેચાણ રોકે અને તેમને બદલે પૌષ્ટિક અને સ્વાસ્થ્યવર્ધક ખાદ્ય સામગ્રી ઉપલબ્ધ કરાવે. પરંતુ આટલા નિર્દેશ માત્રથી સ્થિતિમાં કદાચ જ કોઈ બદલાવ આવે. તેનો અંદેશો એટલા માટે છે કારણ કે યુજીસી દ્વારા આવી પહેલ તો પહેલાં પણ કરાઈ ચૂકી છે. સંભવત: પહેલાં આપવામાં આવેલ નિર્દેશોની અવગણનાને કારણે જ તેણે ફરીથી નિર્દેશ આપવાની જરૂર પડી રહી છે.

જરૂરિયાત માત્ર એ જ નથી કે શિક્ષણ સંસ્થાઓમાં હાનિકારક ખાદ્ય પદાર્થોની ઉપલબ્ધતાને નિયંત્રિત કરવામાં આવે. એની સાથે જ એ પણ જરૂરી છે કે સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવતી ખાદ્ય ચીજો અને પીણાંનું પ્રચલન યથાસંભવ સીમિત કરવામાં આવે, કારણ કે બાળકો અને યુવાઓમાં એવા ખાદ્ય પદાર્થો લોકપ્રિય થતા જાય છે, જે તેમના સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. વિભિન્ન અધ્યનનો માં વારંવાર એ સામે આવી રહ્યું છે કે જંક ફૂડ કહેવાતા ખાદ્ય પદાર્થ યુવા પેઢીના સ્વાસ્થ્યને ચોપટ કરવાનું કામ કરી રહ્યા છે, પરંતુ તેના ચલણને ઓછું કરવા માટે જેવા ઉપાય કરવા જોઇએ, એવા થઈ રહ્યા નથી. એનાથી પણ ખરાબ વાત એ છે કે જરૂરી નિયમ-કાયદાના અભાવમાં સ્વાસ્થ્ય માટે હાનિકારાક ડબ્બાબંધ ખાદ્ય પદાર્થોનું વેચાણ વધતું જાય છે.

પ્રોસેસ્ડ ફૂડ એટલે કે પ્રસંસ્કૃત ખાદ્ય સામગ્રીનો ઉપયોગ તો થોડો પણ સ્વીકાર્ય છે, પરંતુ અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડનો નિયમિત ઉપભોગ તો એક રીતે બીમારીઓને નિમંત્રણ જ છે. સમસ્યા એ છે કે તેનું પણ ચલણ ઝડપથી વધવા લાગ્યું છે અને કેટલીય વાર જોવા મળે છે કે એવા ખાદ્ય પદાર્થો બનાવનારા નક્કી કરાયેલા માપદંડોની ઉપેક્ષા જ કરે છે. આપણા દેશમાં ખાદ્ય પદાર્થો સંદર્ભે જે નિયમ-કાયદા છે તેવી અવગણના જ વધારે થાય છે.

એનું જ દુષ્પરિણામ છે કે દેશમાં ભેળસેળિયા ખાદ્ય પદાર્થોના વેચાણ પર જરા પણ અંકુશ નથી લાગી રહ્યો. એવું નિયામક અને નિરીક્ષણ સંસ્થાઓની સુસ્તી અને લાપરવાહી તથા ભ્રષ્ટાચારને કારણે થઈ રહ્યું છે. ચિંતાજનક તો એ પણ છે કે હાનિકારીક જાહેર કરાયેલી સામગ્રીનો સરોગેટ જાહેરાતો દ્વારા ખુલ્લેઆમ પ્રચાર કરાઈ રહ્યો છે. હવે તો એવી જાહેરાતો અને જાણીતી હસ્તીઓ પણ કરી રહી છે. તેમ છતાં એવું લાગે છે કે કોઈને કોઈ પરવા નથી કે ક્યાં શું ખોટું થઈ રહ્યું છે. નિશ્ચિત રૂપે સ્વાસ્થ્યની ચિંતા કરવી માત્ર સરકારો અને તેમની એજન્સીઓની જ જવાબદારી નથી.

તેમના પ્રત્યે ક્યાંકને ક્યાંક આમ જનતાએ પણ જાગૃત થવું પડશે. આ બધા છતાં એટલું તો છે જ કે જે સરકારી સંસ્થાઓને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સુનિશ્ચિત કરવાની જવાબદારી છે, તે પોતાનું કામ યોગ્ય રીતે કરે. એવી સંસ્થાઓ દાવો ચાહે જે કરે, ખરું એ છે કે તે પોતાનું કામ યોગ્ય રીતે નથી કરી રહી. ખરા અર્થમાં આપણા ખાનપાનમાં એસિડ વધારનારા પદાર્થોની બોલબાલા છે. જ્યારે આપણે ક્ષારીય પ્રકૃતિવાળા ભોજનનં સેવન પણ સંતુલન માટે કરવું જોઇએ. ચિંતાની વાત એ છે કે જે રોગ પહેલાં વ્યક્તિને પચાસ વર્ષ બાદ થતા હતા, તે હવે કિશોરો અને યુવાઓને પણ પોતાની ચુંગાલમાં ફસાવી રહ્યા છે.