હમાસ દ્વારા સોશ્યલ નેટવર્કિંગ સાઈટ પર આપવામાં આવેલા નિવેદન મુજબ જે તે લોકોના સ્વાસ્થય ખરાબ છે અને માનવીય અભિગમ તળે તેમને છોડવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. એક માહિતિ પ્રમાણે હમાસના વેપન આર્મી ચીફ અબુ ઉબૈદાએ વધુ 50 લોકોની મુક્તિની ખાતરી પણ આપી છે. આ માટેની માનવતાવાદી મદદ અંગની 20 જેટલી ટ્રક ગાઝામાં પ્રવેશી ચુકી છે, કતાર દ્વારા વિદેશી પાસપોર્ટ સાથેના લોકોની મુક્તિ માટેની પ્રકિયા શરૂ કરી દેવામાં આવી છે.
હમાસ અને ઈઝરાયલ વચ્ચે છેડાયેલા ભયાનક યુદ્ધમાં બંધક બનાવાયેલા નાગરિકોનો મુદ્દો પ્રમુખ બની ગયો છે. બંને પક્ષે દાવા કરવામાં આવ્યા હતા કે બંધકોની મુક્તિ પર જ હુમલાને અટકાવવામાં આવી શકે છે. ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલાના પગલે ગાઝા પટ્ટી વિસ્તારમાં માનવજીવનને તો નુક્શાન પહોચ્યું જ છે સાથે દેશ દુનિયામાં પણ આ યુદ્ધને લઈ માહોલ ગરમ થઈ ગયો છે.
મળતી માહિતિ પ્રમાણે યુદ્ધના 17 મા દિવસે ઈઝરાયલના 2 નાગરિકને હમાસ દ્વારા છોડવામાં આવ્યા હોવાની પુષ્ટી ઈઝરાયલનાજ એક અધિકારી દ્વારા કરવામાં આવી છે. જો કે હજુ પણ 220 નાગરિકો હમાસના કબજામાં છે. ઇઝરાયલે પુષ્ટિ કરી કે નુરીટ કૂપર (80) અને યોચાવેડ લિપશીટ્ઝ (85)ને ગાઝા પટ્ટીમાં કેદમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.
હમાસ દ્વારા સોશ્યલ નેટવર્કિંગ સાઈટ પર આપવામાં આવેલા નિવેદન મુજબ જે તે લોકોના સ્વાસ્થય ખરાબ છે અને માનવીય અભિગમ તળે તેમને છોડવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. એક માહિતિ પ્રમાણે હમાસના વેપન આર્મી ચીફ અબુ ઉબૈદાએ વધુ 50 લોકોની મુક્તિની ખાતરી પણ આપી છે. આ માટેની માનવતાવાદી મદદ અંગની 20 જેટલી ટ્રક ગાઝામાં પ્રવેશી ચુકી છે, કતાર દ્વારા વિદેશી પાસપોર્ટ સાથેના લોકોની મુક્તિ માટેની પ્રકિયા શરૂ કરી દેવામાં આવી છે.
હમાસ દ્વારા મુક્ત કરવામાં આવેલી મહિલાઓ ઈઝરાયેલી નેશનલ છે અને તેણીની તબિયત ખરાબ થઈ ગઈ હતી. આ બંનેની ઓળખ 80 વર્ષીય નુરીટ કૂપર અને 85 વર્ષીય યોચાવેડ લિપશિત્ઝ તરીકે કરવામાં આવી હતી. તેમના પૌત્ર કે જે ફૂટબોલ ટીમમાં ગોલકિપર હતા તેણે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે બંનેનું અપહરણ થયું છે અને તે ગુમ છે.
હાલમાં બંધક બનાવવામાં આવેલા 50 જેટલા લોકોની મુક્તિ માટે રેડક્રોસની ટીમ ગાઝા પટ્ટી પોહચી ચુકી છે અને હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા ફોરેન નેશનલને લેવા માટે ગઈ છે. આ તમામની મુક્તિ ટૂંક સમયમાં કરવામાં આવશે. આ પહેલા પણ 2 અમેરિકન નાગરિકોને મુક્ત કરવામાં આવ્યા હતા.
ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકા અને કતાર દ્વારા મધ્યસ્થી કરવામાં આવી હતી. અમેરિકા દ્વારા વધારવામાં આવેલા દબાણને લઈ હમાસના લડવૈયાઓ 50 વિદેશી નાગરિકોને છોડવા માટે તૈયાર થયા હતા. જો કે નાગરિકોની થઈ રહેલી મુક્તિને કારણે આ ભિષણ જંગ પણ થોડું નરમ પડે તેવા સંકેત મળી રહ્યા છે.