- દાહોદના હાર્દ સમા ઐતિહાસિક સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
- ” ચાલો કરીએ સૌ મતદાન – દેશને બનાવીએ મહાન “- સૂત્ર હેઠળ સંગીતના માધ્યમ થકી નાગરિકોને મતદાન માટે સંગીતમય આહવાન કરાયું.
- ” મતદાન કરવું એ આપણી ફરજ છે.”- થીમ હેઠળ નાનકડાં ભૂલકાંઓ દ્વારા નાટક રજૂ કરાયા.
દાહોદ,લોકસભા સામાન્ય ચૂંટણી – 2024 ને ધ્યાને લઇ દાહોદ જીલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ જીલ્લા વહીવટી તંત્ર થકી મતદારો ચૂંટણીને સમજી અચૂક પણે મતદાન કરવા પ્રોત્સાહન આપવા હેતુ સ્વીપ અભિયાન હેઠળ અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.
દાહોદના હાર્દ સમા ઐતિહાસિક સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ સંગીત સંધ્યા સથવારે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમ્યાન સમગ્ર વાતાવરણ સંગીતમય બની ગયું હતું. જેમાં મતદાન જાગૃતિ ને લગતા વિવિધ ગીતો-દેશ ભક્તિ ગીતો, આદિવાસી ગીત પર ચાલો કરીએ સૌ મતદાન – દેશને બનાવીએ મહાન સૂત્રને સાર્થક કરતા સંગીતના માધ્યમ થકી નાગરિકોને અવશ્ય મતદાન કરવા માટે સંગીતમય આહ્વાન કરવામાં આવ્યું હતું. સેલ્ફી પોઇન્ટ તેમજ સહી ઝુંબેશ પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ નિમિત્તે જીલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેએ કહ્યું હતું કે, સૌને મતદાન કરવા હાકલ કરતાં ઉમેર્યું હતું કે, લોકશાહી એ આપણા દેશનો સૌથી મોટો તહેવાર છે. ભારતમાં કોઈપણ પ્રકારના ભેદભાવ વગર દરેક નાગરિકને મતદાન કરવાનો સમાન અધિકાર છે. જેથી આપણે સૌ સહિયારા પ્રયાસ થકી 7 મી મે ના રોજ બધા જ કામ પડતા મૂકીને પ્રથમ આપણે મતદાન કરીને આપણે પણ લોકશાહીના આ પર્વમાં આપણા તરફથી ફાળો અચૂક આપીને મતદાન પર્વને સફળ બનાવીશું.
જીલ્લા વિકાસ અધિકારી તેમજ ખર્ચના નોડલ અધિકારી ઉત્સવ ગૌતમે મતદાન અંગે સમજણ આપતાં જણાવ્યું હતું કે, લોકતંત્ર એ લોકોને પોતાની સરકાર રચવાની તક આપે છે જેથી કરીને આપણા ભવિષ્યના વિકાસ માટે મતદાન કરવું જરૂરી છે. સૌ મતદારોએ સો ટકા મતદાન કરવું જોઈએ.
વંદે માતરમ રાષ્ટ્રીય ગીત થકી શરૂઆત કરવામાં આવેલા આ કાર્યક્રમમાં હોલી – જોલી ગૃપ, અસ્મિતા ગૃપ,બ્રેઈન બુસ્ટર દ્વારા નાટક, ફ્લેશ મોબ મતદાન રેપ સોન્ગ પર ડાન્સ, આઈ. ટી. આઈ. ગૃપ દ્વારા મતદાન જાગૃતિ થીમ પર નાટક અને આદિવાસી ગીત ટીમલી રજૂ કરીને લોકોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તો ” વોટિંગ કરવું એ આપણો કર્જ નહીં ફર્જ છે ” થીમ હેઠળ નાનકડાં ભૂલકાંઓએ મતદાન જાગૃતિ નાટક રજૂ કરતાં કહ્યું હતું કે, અમે વોટ તો નહીં કરી શકીએ પરંતુ વિનંતી તો કરી શકીએ છીએ ને..!
આ કાર્યક્રમ દરમ્યાન પોલીસ અધિક્ષક ડો રાજદીપ ઝાલા, નિવાસી અધિક કલેકટર જે. એમ. રાવલ, પ્રાંત અધિકારી તેમજ મદદનીશ ચૂંટણી અધિકારીસુ નિલાંજસા રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષક ભંડારી, સહિત સંકલનના અધિકારી ઓ તેમજ આઈ. ટી. આઈ. ટીમ, હોલી જોલી ગૃપ, અસ્મિતા ગૃપના સભ્યો તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા