હાલોલના બાસ્કામાં નેટ રોયલ કંપનીમાં ઓવન ડટ્ટીમાંં આગ લાગતા 10 લાખનુંં નુકશાન

હાલોલ બાસ્કા ગામે આવેલ નેટ રોગલ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી.માં ઓવન ડટ્ટીમાં અચાનક આગ લાગવાની ધટનામાં અંંદાજીત 10 લાખ રૂપીયાનું નુકશાન થવાની ફરિયાદ નોંધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ હાલોલના બાસ્કા ગામે આવેલ નેટ રોયલ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી. કંપનીમાં લેધર પ્લાન્ટમાં0 ઓવનની ડટ્ટીમાં કોઈ કારણોસર આગ લાગી હતી. આગ લાગવાથી ઓવન, લેધર રોલ, ફેબ્રીક રોલ તથા વાયરીંગ બળી જતાંં અંંદાજીત 10,00,000/-રૂપીયાનું નુકશાન થયાની ફરિયાદ હાલોલ પોલીસ મથકે નોંધાવા પામી છે.