હાલોલની મોટી ઉભરવાણમાં માતા એ ૮ મહિનાના માસૂમની હત્યા કર્યા બાદ પોતે પણ કરી આત્મહત્યા

હાલોલ,
હાલોલ તાલુકાન મોટી ઉભરવાણ ગામે રહેતા યુવાનના લગ્ન ત્રણ વર્ષ પહેલા વાંકડિયા ગામની યુવતિ સાથે થયેલ હતા. લગ્નગાળામાં હાલ ૮ માસનો બાળક પણ ધરાવ છે. પતિ-પત્નિ અલગ રહેતા હોય ૧૪ માર્ચના રોજ પતિ, સાસુ, સસરા, દિયર ધરમં હાજર ન હતા. નણંદ અને ભાભી એકલા ઘરે હતા. ત્રણ કલાકના સમય બાદ ભાભીની રૂમમાં જતાં બાથ‚મમાં ગળે ફાંસો ખાધેલ હાલતમાં મળી આવ્યા હતા. જ્યારે ૮ માસનો બાળક પણ મૃત હાલતમાં જોવા મળ્યું હતું. આ બાબતે પિયર પક્ષને જાણ કરતાં પિયર પક્ષ દ્વારા દિકરી અને બાળકની હત્યા કરાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો.

પ્રાપ્ત વિગતો પ્રમાણે હાલોલ તાલુકાની મોટી ઉભરવાણ ગામે રહેતા કમલેશ મહેશભાઈ રાઠવાના લગ્ન ધનકુવા પાસે વાંકડીયા ગામે રેશમાબેન સાથે ત્રણ વર્ષ અગાઉ થયા હતા. બન્નેને ઘરમાં અલગ રહેતા હતા. ૧૪ માર્ચના રોજ કમલેશ ખાનગી કંપનીમાં નોકરી ગયો હતો. નાનોભાઈ આદેશ માતા સાથે ખેતરમાં ગયા હતા. પિતા મહેશભાઈ આણંદ ખાતે કામઅ ર્થે ગયા હતા. ઘરમાં નણંદ અને ભાભી રેશમા એકલા હતા. નણંદ બપોરે ત્રણ કલાકે ભાભીની રૂમમાં ગયા હતા ત્યારે ખાટલામાં ૮ માસનો દિકરો પડી રહ્યો હતો. ભાભી દેખાતા નહિ તપાસ કરતાં બાથ રૂમમાં ગળે ફાંસો ખાધેલ હાલતમાં જોઈ હતી અને બાળકને જોતા તેના પણ શ્ર્વાસ ચાલત ન હતા. આ બાબતે નણંદ પૂર્વીએ ધટના અને ભાઈ કમલેશ અને ધરે આવવા જણાવ્યું હતું સાથે આડોશ-પાડોશમાં જાણ કરતાં છોડી આવ્યા હતા. પરિવારજનોએ રેશમાનો મૃતદેહ ઉતારીને ખાટલા ઉપર સુવડાવી દીધો હતો અને રેશમાબેનના પિયરમાં વાંકડીયા ગામે બનાવ અંગે જાણ કરી હતી. જેને લઈ પિયરીયા પણ દોડી આવ્યા હતા. સાંજે મોડુ થઈ જતાં બન્ને પક્ષો એ શું કરવું તેનો નિર્ણ્ય કરી શકતા ન હતા. છેવટે સવારે રેશમાબેનના પિયર પક્ષ દ્વારા દિકરી અને છ માસના બાળકની હત્યા કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ પાવાગઢ પોલીસ મથકે નોંધાવી હતી. પોલીસે બન્ને મૃતદેહનો કબ્જો લઈ પીએમ અર્થે હાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે પ્રાથમિક અનુમાન મુજબ મૃતક રેશમાબેને પોતાના ૮ મહિનાના બાળકની હત્યા કરી પોતે આત્મહત્યા કરી હોવાનો અંદેશા સાથે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.