હાલોલના તાડીયા ગામે રાજ વિક્રમ ભઠ્ઠાના માલિકે મજુરી કરાવી 3.39 લાખ રૂપિયા નહિ આપી જાતિ અપમાનિત કરી ગાળો આપતા ફરિયાદ

હાલોલ તાલુકાના તાડીયા ગામે રાજ વિક્રમ ભઠ્ઠાના માલિકે ફરિયાદી તથા અન્ય લોકોને વિશ્ર્વાસમાં લઈ પોતાના ભઠ્ઠામાં મજુરી કરાવી હતી. અને મજુરીના નીકળતા રૂ.3,39,750/-નહિ આપી જાતિ અપમાનિત કરી ગુનો કરતા આ બાબતે હાલોલ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર હાલોલ તાલુકાના તાડીયા ગામે આવેલ રાજ વિક્રમ ભઠ્ઠાના માલિક શમસુલકમરખાન રાજમહંમદ પઠાણ(રહે.7/8 ગરીબ નવાજ પાર્ક અજીમ મસ્જિદ પાસે ડી.કેબિન છાણીરોડ, વડોદરા)એ ફરિયાદી વિક્રમભાઈ માધુભાઈ મેડા અને અન્ય લોકોને ભઠ્ઠા ઉપર મજુરી કરાવી હતી. અને મજુરી પેટે નીકળતા રૂ.3,39,750/-નહિ આપી વિશ્ર્વાસધાત છેતરપિંડી કરી હતી. મજુરીના રૂપિયાની માંગણી કરતા ગાળો આપી જાતિ અપમાનિત કર્યા હતા. અને કરણસિંગને થપ્પડ મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા આ બાબતે હાલોલ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.