હાલોલમાં ચાલતા જુગારના અડ્ડા ઉપર છાપો મારી જુગાર રમી રહેલા 11 જુગરીઓને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપી પાડ્યા છે. જ્યારે એક જુગારી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. નગરના ખોખર ફળિયાની પાછળ કરીમ કોલોનીના એક મકાનમાં જુગાર રમાડવામાં આવી રહ્યો હતો. એસએમસીએ દરોડો પાડી ₹1,55,660 રોકડા, ₹ 1,10,000ના ત્રણ વિહિકલ અને ₹ 41,000ના 11 મોબાઈલ મળી કુલ ₹ 3,07,660ના મુદ્દામાલ સાથે 11 જુગરીઓને ઝડપી પાડી તેઓ સામે હાલોલ ટાઉન પોલીસ મથકમાં ગુન્હો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે.
હાલોલના ખોખર ફળિયાની પાછળ કરીમ કોલોનીમાં આવેલા આશીબેન અબ્દુલભાઈ ઘાંચીના મકાનમાં ચાલતા કુખ્યાત અજજુ વાઘેલાના જુગારના અડ્ડા ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે છાપો મારતા જુગારીઓમાં નાસભાગ મચી હતી. જો કે એસએમસીની ટીમે અહીં જુગાર રમી રહેલા 11 જુગારીઓને ઝડપી પડ્યા હતા અને એક જુગારી નાસી છૂટ્યો હતો. ઝડપાયેલા જુગરીઓ સામે હાલોલ ટાઉન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. છાપા દરમિયાન અડ્ડા ઉપરથી રૂપિયા 01 લાખ 55 હજાર 660 રોકડ રકમ, રૂપિયા 01 લાખ 10 હજારના ત્રણ વાહનો અને રૂપિયા 41 હજાર 500ના 11 મોબાઈલ ઝડપી પાડવામાં આવ્યા હતા.
પોલીસે ઝડપાયેલા 11 જુગરીઓની સાથે નાસી છૂટેલા એક અને જુગાર રમવા માટે મકાન આપનાર તેમજ જુગારનો અડ્ડો ચલાવવામાં ભાગીદાર સામે ગુન્હો નોંધી ત્રણ આરોપીઓને ભાગેડુ જાહેર કર્યા છે.
ઝડપાયેલા 11 આરોપીઓના નામો
- અઝરૂદ્દીન મયુદ્દીન વાઘેલા (અડ્ડો ચલાવનાર)
- સદ્દામ યુસુફભાઈ ઘાંચી,
- મુસ્તકીમ સલીમભાઈ જંત્રાલીયા,
- સાહિલ અમજદભાઈ લીંબડીયા,
- વિનોદકુમાર નટુભાઈ બારીઆ,
- મુસ્તફા ઈસ્માઈલભાઈ બાદશાહ,
- મેહુલ ભરૂભાઈ રાઠવા,
- કુલદીપ ગુલાબભઈ રાઠવા,
- ગણપતભાઈ લક્ષ્મણભાઈ રાઠવા,
- હરેશભાઈ ખોડાભાઈ ચારણ,
- નારણભાઈ ગોરધનભાઈ જાદવ
ભાગેડુ આરોપીઓ
- અશીબેન અબ્દુલભાઈ ઘાંચી (મકાન આપનાર)
- ગુડિયાબેન સલીમભાઈ ગરાસિયા (અડ્ડામાં ભાગીદાર)
- રેડમાં નાસી છુટેલો એક આરોપી.