હાલોલ ઝેવરનગર રહેણાંક મકાન માંથી વિદેશી દારૂ સાથે આરોપી ઝડપ્યો

હાલોલ,હાલોલના ઝેવરનગર કંજરી રોડ ઉપર પોતાના રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખેલ હોય તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી 1680/-રૂપીયાના દારૂ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ હાલોલના ઝવેરનગર કંજરી રોડ ઉપર રહેતા બીપીનકુમાર વસંતભાઈ પ્રજાપતિ પોતાના રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂ રાખેલ હોય તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી રસોડા માંથી વિદેશી દારૂની કાચની બોટલ નંગ-3 કવાટરીયા નંગ-4 મળી કુલ 1680/-રૂપીયાના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો.