હાલોલ વિધાનસભાના ભાજપ ના ઉમેદવાર જયદ્રથસિંહ પરમારે પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું


હાલોલ,
પંચમહાલની હાલોલ વિધાનસભાના ભાજપ ના ઉમેદવાર જયદ્રથસિંહ પરમારે પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું. 11:44 ના શુભ મુહૂર્ત માં ચૂંટણી અધિકારીને પોતાનું ઉમેદવારી પત્ર સુપરત કર્યું. જયદ્રથસિંહ પરમારે પોતાના કાર્યાલય થી સભા સંબોધી જંગી રેલી સાથે પ્રાંત કચેરી પહોંચ્યા હતા. જો કે જેમ દરેક ઉમેદવારો ખૂબ જ તામ જામ સાથે રેલી યોજી ઉમેદવારી પત્ર આપવા જતા હોય છે તે રીતે જયદ્રથસિંહે નવો ચીલો ચિતરી મોરબી માં બનેલ દુ:ખદ ઘટના અને હાલોલ તાલુકામાં ગત રાત્રી દરમ્યાન બનેલ 4 વર્ષ ની બાળકી ની હત્યા અને દુષ્કર્મ ની ઘટના ને લઈ જયદ્રથસિંહે સભામાં દુ:ખ વ્યક્ત કર્યું હતું અને ખૂબ જ સાદાઈ થી રેલી યોજી ઉમેદવારી પત્ર નોંધણી કરાવી હતી. જયદ્રથસિંહની ઉમેદવારી રેલી અને સભામાં મોટી સંખ્યા માં સમર્થકો અને કાર્યકરો જોડાયા હતા. સભામાં વિરોધીઓ પર જયદ્રથસિંહે આકરા પ્રહાર કર્યા હતા. ઉમેદવારી ભર્યા બાદ જીત નો વિશ્વાસ પણ જયદ્રથસિંહ પરમારે વ્યક્ત કર્યો.