ગોધરા,
પંંચમહાલની હાલોલ વિધાનસભા બેઠક ઉપર ભાજપ દ્વારા જયદ્રથસિંહ પરમારને ઉમેદવાર બનાવ્યા છે. જયદ્રથસિંહ પરમાર હાલોલ બેઠક ઉપરથી 2002 થી 2017 સુધી મતદારોએ વિજેતા બનાવ્યા છે. હાલોલ બેઠક ઉપર ધારાસભ્ય બન્યા બાદ સરકારમાં મંત્રીપદે પણ રહ્યા છે.
હાલોલ વિધાનસભા બેઠકના ઉમેદવાર જયદ્રથસિંહ પરમાર પોતાના મત વિસ્તારના વિકાસલક્ષી કામો માટે પ્રયત્નશીલ રહ્યા છે. હાલોલમાં શિક્ષણ ક્ષેત્રે સારી કામગીરી કરી છે. હાલોલ વિસ્તારના વિદ્યાર્થીઓને ઉચ્ચ ટેકનીકલ અભ્યાસ અર્થે લાંબુ અંતર કાપીને અન્ય જીલ્લામાં અભ્યાસ અર્થે જતા હતા. જેને લઈ હાલોલ તાલુકામાં અંદાજીત 22.43 કરોડના ખર્ચે સરકારી ટેકનીકલ કોલેજ બનાવવામાં આવી છે. હાલ 300 જેટલા વિદ્યાર્થીઓ ટેકનીકલ ઉચ્ચશિક્ષણ લઈ રહ્યા છે. હાલોલ ગ્રામ્ય વિસ્તારોમાંં વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે નારૂકોટા જાંબુધોડા ખાતે 22 કરોડના ખર્ચે સાયન્સ કોલેજ તૈયાર કરવામાં આવી છે. હાલોલ ખાતે દેશમાંં પ્રથમ પ્રાકૃતિક-વ-સેન્દ્રીય કૃષિ વિશ્ર્વ વિદ્યાલય જાંબુડી ખાતે મંજુરબ કરાવાઈ છે. ઓર્ગેનિક ફાર્મીગ ટ્રેનિંગ સેન્ટરના મકાનના બાંધકામ 18.70 કરોડના ખર્ચે તૈયાર કરવામાંં આવનાર છે. હાલોલ પાવાગઢ ખાતે અદ્યતન સુવિધા યુકત આદર્શ નિવાસી શાળા (વિચરતી જાતિ)ના બાળકોના અભ્યાસ અર્થે શાળા બિલ્ડીંગ અને હોસ્ટેલ અને જમવાની સુવિધા સાથે 10.57 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. આમ, હાલોલ બેઠક ઉપર ભાજપના ધારાસભ્ય રહેલા અને 2022ની ચુંટણીના ઉમેદવાર જયદ્રથસિંહ પરમાર દ્વારા મત વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રમાં સારી એવી કામગીરી કરવામાં આવી છે. જેને લઈ હાલોલ વિધાનસભા વિસ્તારના મતદારો દ્વારા તેમને અદ્દભૂતપૂર્વ અને આવકાર મળી રહ્યો છે.