હાલોલ, હાલોલ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયદ્રથસિંહ પરમારના જન્મદિવસની ઘોઘંબા તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી. જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ઘોઘંબા તાલુકાના આસપાસના વિસ્તારની વિધવા મહિલાઓને સાડીનું વિતરણ કરવામાં આવ્યું અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવામાં આવી હતી. આ પ્રસંગે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઘોઘંબા ખાતે ભારતીય જનતા પાર્ટીના રાજકીય હોદ્દેદારો, કાર્યકરો અને સામાજીક આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ધારાસભ્યની ઉજવણીના પ્રસંગ પરથી ખરેખર સારો સંદેશ મળે છે કે, ઘણા લોકો ખોટા ખર્ચ કરી અને જન્મદિવસની ઉજવણી કરતા હોય છે. પરંતુ જરૂરિયાતમંદ લોકો જેવા કે વિધવા મહિલાઓને સાડીઓ તથા જરૂરિયાત ચીજો વિતરણ કરી અને સાદગી પૂર્વક જન્મદિવસની ઉજવણી કરવાની અનોખી રીતે જોવા મળી હતી. સર્વે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ધારાસભ્ય જયદ્રસિંહ પરમારને શુભેચ્છા અભિનંદન પાઠવ્યા હતા.