હાલોલ વિધાનસભામાં રાતોરાત મેન્ડેટ બદલાતા કોંગ્રેસ માં ભડકો કાર્યકરોના રાજીનામા પડયા

હાલોલ,
હાલોલ વિધાનસભા માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા ઉમેદવારની જાહેરાત બાદ રાતોરાત મેન્ડેટ બદલવામાં આવતાં હાલોલ કોંગ્રેસ મહિલા પ્રમુખ સહિત શહેર કોંગ્રેસ બોડીએ રાજીનામા આપ્યા.

હાલોલ વિધાનસભા બેઠક માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા છેલ્લી ધડીઓ સુધી ઉમેદવારોની જાહેરાત નહિ કરતાં કોંગ્રેસ પાર્ટી દ્વારા અગાઉ રાજેન્દ્ર પરમારનું નામ યાદીમાં જાહેર કર્યું હતું. રાતોરાત કોંગ્રેસ પાર્ટીએ મેન્ડેટ બદલીને જેને કોઈ ઓળખતા હોય તેવા અનિસ બારીયાને ટીકીટ આપી દેવામાં આવતાં હાલોલ કોંગે્રસમાં ભડકો જોવા મળ્યો છે. હાલોલ કોંગ્રેસ મહિલા પ્રમુખ સહિત શહેર કોંગ્રેસ બોડીએ રાજીનામા ધરી દેતાં ચુંટણી પહેલા કોંગે્રસની સ્થિતી વધારે બગડી રહી છે.