- હાલોલ બેઠક ઉપર ભાજપ, કોંગ્રેસ, આપ અને બસ મેદાનમાં
હાલોલ,
પંચમહાલ જિલ્લાની હાલોલ વિધાનસભા બેઠક ઉપર 9 ઉમેદવારો મેદાનમાં ચુંટણી જંગમાં ઝંપલાવ્યુ છે. તેમાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે અનીષભાઈ ગોરધનભાઈ બારીયાને ઉમેદવાર બનાવ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર સમાજ સેવક તરીકે કામ કરે છે. કોંગ્રેસ દ્વારા પહેલો જે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યાને ઉમેદવાર ચુંટણી લડવાનો ઈન્કાર કરી દેતા અનીષભાઈ બારીયાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ભાજપ પાર્ટી દ્વારા હાલના ધારાસભ્ય જયદ્રથસિૈંહ પરમારને રિપીટ કરવામાં આવ્યા છે.જયદ્રથસિંહ પરમાર ભાજપ સરકારમાં ત્રણ ટર્મ મંત્રી પદે રહી ચુકયા છે. તેમ છતાં હાલોલ નગરના વિકાસના કામો ઉપર ઘ્યાન ન આપ્યુ હોવાનો આક્ષેપ મતદારો કરી રહ્યા છે. જયદ્રથસિંહ પરમારના વિરોધ સ્થાનિક ભાજપના કાર્યકરો પણ છે. તેને લઈ અવાર નવાર વિરોધ કરતા પણ જોવા મળ્યા અને હાલ પક્ષ વિરોધ પ્રવૃત્તિ કરવામાં 7 કાર્યકરોને ભાજપ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભાજપને મતદારો કરતા પક્ષના બળવાખોર કાર્યકરોથી નુકસાન થાય તેવી શકયતા લાગી રહી છે તેમ છતાં જયદ્રથસિંહ પરમારની મતદારોને રીજવી શકે છે. આમ આદમી પાર્ટી દ્વારા હાલોલ બેઠક ઉપર ભરત રાઠવાને ઉમેદવાર બનાવ્યા છે. અપક્ષ તરીકે રામચંદ્ર બારીયા અને જાદવ મુકિતબેન સહિત અપક્ષ ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે. હાલોલ વિધાનસભા બેઠક ભાજપના પ્રતિષ્ઠાનો જંગ છે ત્યારે આ સીટને જાળવી રાખવા માટે પ્રચાર પ્રસારમાં લાગ્યા છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા ભાજપના શાસનમાં હાલોલના વિકાસને રૂંધવામાં આવ્યો તેવા મુદ્દાને પ્રજા સુધી લઈ જઈ રહી છે. હાલોલ વિધાનસભા વિસ્તારની સમસ્યાઓ જોવા જઈએ તો ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીનો અભાવ, સિંચાઈની સુવિધા અત્યાર સુધી મળી નથી. કડા ડેમ હોવા છતાં ડેમનુ પાણી સ્થાનિકોને મળતુ નથી.ઘોઘંબા અને જાંબુઘોડા તાલુકામાં રોડ-રસ્તાની સમસ્યા, હાલોલ જી.આઈ.ડી.સી.માં સ્થાનિક લોકોને રોજગારી મળે તેવી માંગ હાલોલ જી.આઈ.ડી.સી.ના દુષિત પાણીથી ખેડુતો પરેશાન થઈ રહ્યા છે. તેનો નિકાલ કરવામાં આવ્યો નથી. તેવા પ્રશ્ર્નો ચુંટણીમાં અગ્રેસર ગણાઈ રહ્યા છે.
હાલોલ વિધાનસભા વિસ્તારમાં મતદારોની સંખ્યા જોઈએ તો 141376 પુરૂષ મતદાર, 130252 સ્ત્રી મતદાર મળી 1294025 મતદારો ઉમેદવારોનજુ ભાવિ નકકી કરશે. હવે જો આ બેઠક ઉપર જાતિગત સમીકરણ જોઈએ તો ઓબીસી અને એસ.ટી.સમાજના મતદારોનુ પ્રભુત્વ છે. આ બંને સમાજના મતદારો ઉમેદવારોનુ ભાવિ નકકી કરશે.
હાલોલ વિધાનસભાના મતા વિસ્તારના મતદારો...
141376 પુરૂષ મતદાર
130252 સ્ત્રી મતદાર
કુલ - 1294025 મતદારો
હાલોલ બેઠક ઉપર જાતિય આધારતિ સમીકરણ...
ઓ.બી.સી. - 111032
એસ.ટી. - 94099
પટેલ - 8698
લઘુમતિ - 9232
એસ.સી. - 7365
બ્રાહ્મણ - 3208
રાજપુત ક્ષત્રિય - 10425
અન્ય જ્ઞાતિ - 8873